31st December Celebration: અમદાવાદનો સિંધુભવન-CG રોડ આજે સાંજથી જ બંધ

અમદાવાદમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણીને લઇ પોલીસ સતર્ક થઈ છે. શહેરમાં 5 JCP, 13 DCP સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. 24 ACP, 115 PI, 225 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે. 4500 પોલીસકર્મી, 3000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી. સ્કૂલ, હોસ્પિટલ આસપાસ ફટાકડા નહીં ફોડી શકાય સિંધુભવન, CG રોડ સાંજે 6 વાગ્યા પછી બંધ રહેશે. સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રોડ બંધ રહેશે. ડ્રોન, CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે. દારુ પિધેલાને પકડવા બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે. જાણો અન્ય પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરાયું છે. તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફૂલપ્રુફ એકશન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં ઉજવણી થશે ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનું પ્લાનિંગ કેવું છે? થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ એ તમામ વિગતો જે તમે જાણવા માગો છે તેની આગળ વાત કરીએ. સુરત શહેરમાં પોલીસની ચાંપતી નજર પાર્ટીઓ પર પોલીસ ચાંપતી નજર રાખશે, થર્ટી ફર્સ્ટ પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સીવીલ ડ્રેસમાં તૈનાત રહેશે મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં 75 થી વધુ સી- ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તહેનાત રહેશે. પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો, માલિકો, અને ન્યુ યર પાર્ટીના આયોજકો સાથે મીટિંગ યોજી છે. અમદાવાદ શહેર પોલીસે બેઠક દરમિયાન જણાવ્યું કે, પાર્ટીમાં અશ્લીલતા અને મહિલા સાથે અયોગ્ય વર્તન થયું તો આયોજકો જવાબદાર રહેશે. અમદાવાદ શહેરમાં ન્યૂયરની પાર્ટીમાં અશ્લીલતા અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન ન થાય તે માટે આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે. ન્યુ યર પાર્ટી કાર્યક્રમ દરમ્યાન કોઈ અશ્વિલતાનું પ્રદર્શન થાય નહિ તેની કાળજી રાખવી તથા મહિલાઓનો માન મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનુ રહેશે. ક્યાંય પણ મહિલાઓને ન છાજે તેવુ વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવુ જોઇએ નહી અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અંગે તકેદારી રાખવામાં આવશે. રાત્રી દરમ્યાન અસામાજીક તત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી રાખી બેરીકેડીંગ રાખવામાં આવશે. વડોદરા શહેરમાં પોલીસનું સઘન ચેકીંગ વડોદરા શહેરની વાત કરીએ તો, અહીં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ન્યૂયરની ઉજવણી કરશે. આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે. ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે. વડોદરામાં પોલીસનો એકશન પ્લાન વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, કાફે અને હોટલ મળી કૂલ 10 સ્થળે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમા રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અર્થે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ અને કેફે વિગેરે કૂલ 211 સંચાલકો સાથે મિટીંગનુ આયોજન કરી તમામને જરૂરી સુચનો આપી નવા વર્ષને આવકારવા માટે જે પાર્ટીનું આયોજન કરનાર હોય તો તે અંગે જરૂરી મંજૂરી મેળવવા તેમજ કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને પાર્ટી આયોજન કરવામાં ન આવે તે અંગે સુચના આપવામાં આવી છે. 31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રોહેશન પોલીસ અધિક્ષ -1, DYSP -3, પોલીસ સબ ઇન્સ્પેકટર – 45, પોલીસ ઇન્સ્પેક્ટર -20, તેમજ 400થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તથા ચેકપોસ્ટે ઉભા કરી રાઉન્ડ ધી ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એન.ડી.પી.એસ કીટ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં પેટ્રોલીંગ કરાશે, જિલ્લાની શી-ટીમ, પી.સી.આર વાન તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લાના મુખ્ય પોઇન્ટ પર તૈનાત કરાઇ છે. રાજકોટ શહેર થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઇ રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર લગાવતા હોય છે અને બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે તેને નિષ્ફ્ળ બ

31st December Celebration: અમદાવાદનો સિંધુભવન-CG રોડ આજે સાંજથી જ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણીને લઇ પોલીસ સતર્ક થઈ છે. શહેરમાં 5 JCP, 13 DCP સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. 24 ACP, 115 PI, 225 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે. 4500 પોલીસકર્મી, 3000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી.

સ્કૂલ, હોસ્પિટલ આસપાસ ફટાકડા નહીં ફોડી શકાય

સિંધુભવન, CG રોડ સાંજે 6 વાગ્યા પછી બંધ રહેશે. સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રોડ બંધ રહેશે. ડ્રોન, CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે. દારુ પિધેલાને પકડવા બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.

જાણો અન્ય પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ

લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરાયું છે. તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફૂલપ્રુફ એકશન પ્લાન તૈયાર કર્યો છે.

રાજ્યના ચાર મહાનગરોમાં ઉજવણી થશે

ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનું પ્લાનિંગ કેવું છે? થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ એ તમામ વિગતો જે તમે જાણવા માગો છે તેની આગળ વાત કરીએ.

સુરત શહેરમાં પોલીસની ચાંપતી નજર

પાર્ટીઓ પર પોલીસ ચાંપતી નજર રાખશે, થર્ટી ફર્સ્ટ પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે.

મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સીવીલ ડ્રેસમાં તૈનાત રહેશે મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં 75 થી વધુ સી- ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તહેનાત રહેશે. પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો, માલિકો, અને ન્યુ યર પાર્ટીના આયોજકો સાથે મીટિંગ યોજી છે.

અમદાવાદ શહેર પોલીસે બેઠક દરમિયાન જણાવ્યું કે, પાર્ટીમાં અશ્લીલતા અને મહિલા સાથે અયોગ્ય વર્તન થયું તો આયોજકો જવાબદાર રહેશે. અમદાવાદ શહેરમાં ન્યૂયરની પાર્ટીમાં અશ્લીલતા અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન ન થાય તે માટે આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે. ન્યુ યર પાર્ટી કાર્યક્રમ દરમ્યાન કોઈ અશ્વિલતાનું પ્રદર્શન થાય નહિ તેની કાળજી રાખવી તથા મહિલાઓનો માન મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનુ રહેશે. ક્યાંય પણ મહિલાઓને ન છાજે તેવુ વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવુ જોઇએ નહી અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અંગે તકેદારી રાખવામાં આવશે. રાત્રી દરમ્યાન અસામાજીક તત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી રાખી બેરીકેડીંગ રાખવામાં આવશે.

વડોદરા શહેરમાં પોલીસનું સઘન ચેકીંગ

વડોદરા શહેરની વાત કરીએ તો, અહીં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ન્યૂયરની ઉજવણી કરશે. આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે. ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે.

વડોદરામાં પોલીસનો એકશન પ્લાન વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, કાફે અને હોટલ મળી કૂલ 10 સ્થળે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમા રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અર્થે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ અને કેફે વિગેરે કૂલ 211 સંચાલકો સાથે મિટીંગનુ આયોજન કરી તમામને જરૂરી સુચનો આપી નવા વર્ષને આવકારવા માટે જે પાર્ટીનું આયોજન કરનાર હોય તો તે અંગે જરૂરી મંજૂરી મેળવવા તેમજ કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને પાર્ટી આયોજન કરવામાં ન આવે તે અંગે સુચના આપવામાં આવી છે.

31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રોહેશન પોલીસ અધિક્ષ -1, DYSP -3, પોલીસ સબ ઇન્સ્પેકટર – 45, પોલીસ ઇન્સ્પેક્ટર -20, તેમજ 400થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તથા ચેકપોસ્ટે ઉભા કરી રાઉન્ડ ધી ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એન.ડી.પી.એસ કીટ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં પેટ્રોલીંગ કરાશે, જિલ્લાની શી-ટીમ, પી.સી.આર વાન તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લાના મુખ્ય પોઇન્ટ પર તૈનાત કરાઇ છે.

રાજકોટ શહેર થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઇ રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર લગાવતા હોય છે અને બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે તેને નિષ્ફ્ળ બનાવવા માટે અને લોકો સારી રીતે આ દિવસોમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને વધુને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કીટ મદદથી પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા 31st ને લઇ પાર્ટી પ્લોટમાં થતા ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય તેટલી જગ્યા સીસીટીવી કેમેરાથી કવર થાય તે મુજબ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે જેની સાથે સાથે રાજકોટ શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર રાજકોટ શહેર પોલીસની અલગ અલગ ટિમો દ્વારા વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે. અને આ ચેકીંગ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચેકીંગ સાથે પોલીસની અલગ અલગ ટિમો દ્વારા બ્રેથ એનેલાઇઝરની મદદથી પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને હાલ પણ આ ચેકીંગ ચાલુ જ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજ રાત્રીના સમયે ટ્રાફિક શાખા દ્વારા ખાસ ડ્રાઇવ યોજી વાહન ચેકીંગની સાથે સાથે બ્રેથ એનેલાઇઝર મદદથી તપાસ કરવામાં આવી રહી છે જેમાં કુલ 1000થી વધુ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે.