Gujarat Weather: હવે ઠંડી ધ્રુજાવશે! આગામી છ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધશે
હવામાન વિભાગે આગામી સપ્તાહને લઇ આગાહી કરી હતી. જેમાં આગામી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે બીજી તરફ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. જેમાં આજે હવામાનના જણાવ્યા મુજબ અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં ઠંડી વધી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે. તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પંજાબ અને હરિયાણામાં ફૂંકાયેલ ઠંડા પવનના કારણે કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે. જેમાં કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે. ત્યારે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે આગામી સપ્તાહને લઇ આગાહી કરી હતી. જેમાં આગામી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે બીજી તરફ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. જેમાં આજે હવામાનના જણાવ્યા મુજબ અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં ઠંડી વધી
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે.
તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પંજાબ અને હરિયાણામાં ફૂંકાયેલ ઠંડા પવનના કારણે કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે. જેમાં કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે. ત્યારે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે.