Patan: હારીજના પીપળાણા ગામમાં ખેડૂતોનો વિરોઘ, 600 ખેડૂતોએ પાક સહાયના ફોર્મ ભર્યા
પાટણ જિલ્લામાં ચોમાસા દરમ્યાન છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિનુ નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા. ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપરાણા ગામના ખેડૂતોના ખેતરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ત્યાર બાદ ગ્રામ સેવકો દ્વારા સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોનો સરવે કર્યા બાદ 90% થી વધુ નુકશાન સરવે કર્યા બાદ સામે આવ્યું હતું. સમગ્ર ગામના 700 ખેડૂતો પૈકી 600 ખેડૂતોએ પાક સહાય માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ આજદિન સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય ન મળતા આજે ગામના ખેડૂતો એકત્રિત થઈ સહાય માગ સાથે પોતાનો વિરોઘ નોંધાવ્યો હતો.ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા હારીજ તાલુકાના પીપરાણા ગામના ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘડાયો ઘાટ જેથી ચાલુ રવિ સીઝનના વાવેતર પર અસર પીપરાણા ગામના ઘરતી પુત્રો પર ચોમાસા દરમ્યાન મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, એરંડા, કઠોર સહિતના પાક ઘોવાઈ જવા પામ્યા હતા. ત્યાર બાદ સમગ્ર ગામમાં સરવે કરાયો હતો પરંતુ સરકારની જે ગાઈડ લાઈન હતી એ પ્રમાણે ગામના ખેડૂતોને સહાય ન ચૂકવાતા અંતે ખેડૂત આજે ન્યાયની માગ સાથે વિરોઘ કરવા મજબુર બન્યો છે. સરકારના નોમ્સ પ્રમાણે સહાય નથી ચુકવાઈ ગામના બે હેકટર દીઠ 22000 હજાર ચૂકવવાના હોય તેની સામે માત્ર 5 થી 8 હજારની સહાય જૂજ ખેડૂતોને મળી છે. તો મોટા ભાગના ખેડૂતો હજુ વંચિત રહેવા પામ્યા છે ત્યારે સરકારના નોમ્સ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તેમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. જેથી આજે ખેડૂત ન્યાયની માગ સાથે વિરોઘ કરવા મજબુર બન્યો છે. ત્યારે જ્યા સુધી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સરકારી કચેરીએ વિરોઘ નોંધાવી તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ ગામના ખેડૂતો સત્વરે સહાય મળે તો આગામી રવિ સીઝનના વાવેતરના શ્રી ગણેશ કરી શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લામાં ચોમાસા દરમ્યાન છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિનુ નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા. ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપરાણા ગામના ખેડૂતોના ખેતરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ત્યાર બાદ ગ્રામ સેવકો દ્વારા સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોનો સરવે કર્યા બાદ 90% થી વધુ નુકશાન સરવે કર્યા બાદ સામે આવ્યું હતું. સમગ્ર ગામના 700 ખેડૂતો પૈકી 600 ખેડૂતોએ પાક સહાય માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ આજદિન સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય ન મળતા આજે ગામના ખેડૂતો એકત્રિત થઈ સહાય માગ સાથે પોતાનો વિરોઘ નોંધાવ્યો હતો.
ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા
હારીજ તાલુકાના પીપરાણા ગામના ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘડાયો ઘાટ જેથી ચાલુ રવિ સીઝનના વાવેતર પર અસર પીપરાણા ગામના ઘરતી પુત્રો પર ચોમાસા દરમ્યાન મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, એરંડા, કઠોર સહિતના પાક ઘોવાઈ જવા પામ્યા હતા. ત્યાર બાદ સમગ્ર ગામમાં સરવે કરાયો હતો પરંતુ સરકારની જે ગાઈડ લાઈન હતી એ પ્રમાણે ગામના ખેડૂતોને સહાય ન ચૂકવાતા અંતે ખેડૂત આજે ન્યાયની માગ સાથે વિરોઘ કરવા મજબુર બન્યો છે. સરકારના નોમ્સ પ્રમાણે સહાય નથી ચુકવાઈ ગામના બે હેકટર દીઠ 22000 હજાર ચૂકવવાના હોય તેની સામે માત્ર 5 થી 8 હજારની સહાય જૂજ ખેડૂતોને મળી છે. તો મોટા ભાગના ખેડૂતો હજુ વંચિત રહેવા પામ્યા છે ત્યારે સરકારના નોમ્સ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તેમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. જેથી આજે ખેડૂત ન્યાયની માગ સાથે વિરોઘ કરવા મજબુર બન્યો છે. ત્યારે જ્યા સુધી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સરકારી કચેરીએ વિરોઘ નોંધાવી તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ ગામના ખેડૂતો સત્વરે સહાય મળે તો આગામી રવિ સીઝનના વાવેતરના શ્રી ગણેશ કરી શકે.