અસલ સુરતીઓનો બળેવ ઉજવણીનો ટ્રેન્ડ 86 વર્ષે પણ યથાવત : વાસી બળેવ ઉજવશે

Image Envato Raksha Bandhan:  ભારત દેશ તહેવારોનો દેશ છે, પરંતુ તેમાં પણ સુરતીઓ અને તહેવારની ઉજવણી બંને એકબીજાના પર્યાય બની ગયાં છે. કોઈ પણ તહેવાર હોય સુરતીઓ મૂળ પરંપરા મુજબ જ ઉજવે છે. સુરતમાં સમયની સાથે સાથે અનેક તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે પરંતુ 86 વર્ષ પહેલા બળેવના દિવસે બનેલી દુર્ઘટનાના કારણે વાસી બળેવ ઉજવવાના ટ્રેન્ડમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે પણ મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિના લોકો વાસી બળેવની જ ઉજવણી કરવાનુ પસંદ કરે છે.12 ઓગષ્ટ 1938ના  રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતીસુરતમાં આજથી બરાબર 86 વર્ષે પહેલા એટલે કે 12 ઓગષ્ટ 1938ના  રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી. બળેવ બાદ હોડીમાં ફરવા જતી વખતે તાપી નદીના ઉંડા માનસપટમાંથી નીકળી શકી નથી. આ દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના કોટ વિસ્તારના મૂળ સુરતી ગણાતી જ્ઞાતિના લોકો જ હતા, તેથી સુરતીઓ આજે પણ વાસી બળેવની ઉજવણી કરવાનું પસંદ કરે છે. તાપી નદીમાં 86 વર્ષમાં અનેક પાણી વહી ગયા પણ અસલ સુરતીઓન બળેવની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો નથી, અને આજે પણ વાસી બળેવની ઉજવણી યથાવત જોવા મળે છે. આજે સુરતની વસ્તી વધીને 80 લાખનો આંકડો પાર કરી ગઈ છે, સુરત મીની ભારત બની ગયું છે. તેથી મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિકની વસ્તી ઘટી રહી છે અને સુરતમાં હવે તેઓ લઘુમતીમાં છે તેમ છતાં વર્ષો જુની તહેવારની ઉજવણીની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.વિદેશ રહેતા ભાઈને મોબાઈલ પર વિડીયો કોલ કરી રક્ષાબંધન ઉજવીભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઓળખાતા રક્ષાબંધનનો તહેવાર આવતિકાલ સોમવારે છે પરંતુ વિદેશમાં રહેતા ભાઈઓ અને સુરતમાં રહેતી બહેનોએ એક દિવસ પહેલાં એટલે વીકએન્ડમાં જ સમય એડજસ્ટ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી દીધી હતી. સાત સમંદર પાર રહેતા ભાઈ-બહેનોએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. ભાઈ-બહેનો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિડીયો કોલ મારફતે આ અંતર ઘટી ગયું હતું. સુરતમાં રહેતી બહેનોએ વિદેશમાં રહેતા ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી માટે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. સીધા!! હાથ પર રાખડી બાંધી શકાય તેમ ન હોવાથી વિડીયો કોલ કરીને સેલફોન પર તિલક કરી રાખડી બાંધી બળેવ ની ઉજવણી કરી હતી.

અસલ સુરતીઓનો બળેવ ઉજવણીનો ટ્રેન્ડ 86 વર્ષે પણ યથાવત : વાસી બળેવ ઉજવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Image Envato 


Raksha Bandhan:  ભારત દેશ તહેવારોનો દેશ છે, પરંતુ તેમાં પણ સુરતીઓ અને તહેવારની ઉજવણી બંને એકબીજાના પર્યાય બની ગયાં છે. કોઈ પણ તહેવાર હોય સુરતીઓ મૂળ પરંપરા મુજબ જ ઉજવે છે. સુરતમાં સમયની સાથે સાથે અનેક તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે પરંતુ 86 વર્ષ પહેલા બળેવના દિવસે બનેલી દુર્ઘટનાના કારણે વાસી બળેવ ઉજવવાના ટ્રેન્ડમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે પણ મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિના લોકો વાસી બળેવની જ ઉજવણી કરવાનુ પસંદ કરે છે.

12 ઓગષ્ટ 1938ના  રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી

સુરતમાં આજથી બરાબર 86 વર્ષે પહેલા એટલે કે 12 ઓગષ્ટ 1938ના  રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી. બળેવ બાદ હોડીમાં ફરવા જતી વખતે તાપી નદીના ઉંડા માનસપટમાંથી નીકળી શકી નથી. આ દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના કોટ વિસ્તારના મૂળ સુરતી ગણાતી જ્ઞાતિના લોકો જ હતા, તેથી સુરતીઓ આજે પણ વાસી બળેવની ઉજવણી કરવાનું પસંદ કરે છે. તાપી નદીમાં 86 વર્ષમાં અનેક પાણી વહી ગયા પણ અસલ સુરતીઓન બળેવની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો નથી, અને આજે પણ વાસી બળેવની ઉજવણી યથાવત જોવા મળે છે. આજે સુરતની વસ્તી વધીને 80 લાખનો આંકડો પાર કરી ગઈ છે, સુરત મીની ભારત બની ગયું છે. તેથી મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિકની વસ્તી ઘટી રહી છે અને સુરતમાં હવે તેઓ લઘુમતીમાં છે તેમ છતાં વર્ષો જુની તહેવારની ઉજવણીની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.

વિદેશ રહેતા ભાઈને મોબાઈલ પર વિડીયો કોલ કરી રક્ષાબંધન ઉજવી

ભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઓળખાતા રક્ષાબંધનનો તહેવાર આવતિકાલ સોમવારે છે પરંતુ વિદેશમાં રહેતા ભાઈઓ અને સુરતમાં રહેતી બહેનોએ એક દિવસ પહેલાં એટલે વીકએન્ડમાં જ સમય એડજસ્ટ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી દીધી હતી. સાત સમંદર પાર રહેતા ભાઈ-બહેનોએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. ભાઈ-બહેનો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિડીયો કોલ મારફતે આ અંતર ઘટી ગયું હતું. સુરતમાં રહેતી બહેનોએ વિદેશમાં રહેતા ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી માટે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. સીધા!! હાથ પર રાખડી બાંધી શકાય તેમ ન હોવાથી વિડીયો કોલ કરીને સેલફોન પર તિલક કરી રાખડી બાંધી બળેવ ની ઉજવણી કરી હતી.