નવસારીના મુનસાડ ગામે ગુમ થઈ ગયેલું વૃદ્ધ મહિલાની કૂવામાંથી લાશ મળી
image : FreepikNavasari News : નવસારી નજીક આવેલા મુનસાડ ગામે ચાર દિવસ અગાઉ ગુમ થઈ ગયેલા વૃદ્ધ મહિલાની મુનસાડગામની સીમમાં કૂવામાંથી ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી તાલુકાના મુનસાડ ગામે મોટા ફળિયા ખાતે રહેતા વૃધ્ધ શ્રમજીવી મહિલા મધુબેન રવજીભાઈ હળપતિ (ઉ.વર્ષ.63) એક સંતાનની માતા હતા અને છૂટક મજૂરી કામ કરતા હતા. ગઈ તા.19-8-24 ના રોજ સાંજે 5:30 કલાક બાદ મધુબેન પોતાને ઘરે પરત નહીં આવતા ભેદી સંજોગોમાં લાપતા બની હતી. આથી તેના પરિવારજનો શોધ ખોળ કરી રહ્યા હતા પરંતુ મધુબેનનો કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન મુનસાડ ગામની સીમમાં જયેશભાઈ રામાભાઇ પટેલના ખેતરમાં આવેલા કુવાના પાણીમાંથી ડીકમ્પોઝ હાલતમાં ગઈકાલે રાત્રે તેની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં મરનાર મધુબેન ના પૌત્રી ટીના અરવિંદભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એ.પટેલ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Freepik
Navasari News : નવસારી નજીક આવેલા મુનસાડ ગામે ચાર દિવસ અગાઉ ગુમ થઈ ગયેલા વૃદ્ધ મહિલાની મુનસાડગામની સીમમાં કૂવામાંથી ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી તાલુકાના મુનસાડ ગામે મોટા ફળિયા ખાતે રહેતા વૃધ્ધ શ્રમજીવી મહિલા મધુબેન રવજીભાઈ હળપતિ (ઉ.વર્ષ.63) એક સંતાનની માતા હતા અને છૂટક મજૂરી કામ કરતા હતા. ગઈ તા.19-8-24 ના રોજ સાંજે 5:30 કલાક બાદ મધુબેન પોતાને ઘરે પરત નહીં આવતા ભેદી સંજોગોમાં લાપતા બની હતી. આથી તેના પરિવારજનો શોધ ખોળ કરી રહ્યા હતા પરંતુ મધુબેનનો કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન મુનસાડ ગામની સીમમાં જયેશભાઈ રામાભાઇ પટેલના ખેતરમાં આવેલા કુવાના પાણીમાંથી ડીકમ્પોઝ હાલતમાં ગઈકાલે રાત્રે તેની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં મરનાર મધુબેન ના પૌત્રી ટીના અરવિંદભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એ.પટેલ કરી રહ્યા છે.