ગુજરાત સરકારનો દારૂબંધી અંગે વિચિત્ર પરિપત્ર, પોલીસને ખાતાકીય તપાસનો ડર જ નહીં રહે
Gujarat Home Department Circular Regarding Liquor Ban : રાજ્ય ગૃહ વિભાગ દ્વારા દારૂબંધીને લઈને વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હવે એક લાખનો દેશી દારૂનો જથ્થો અને 2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવશે. અગાઉ દારૂના કેસમાં 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. એટલે કે દારુ ઝડપાવાના ક્વોલિટી કેસના જથ્થામાં વધારો કરાયો છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસને ક્વોલિટી કેસમાં ઢીલ અપાઈ હોય તેવું સ્પષ્ટ લાગે છે.આ પણ વાંચો : VIDEO: ઉમેદવારી નોંધાવ્યા બાદ વિનેશ ફોગાટના વિરોધી પર આકરા પ્રહાર, કહ્યું- ‘દુશ્મનને ક્યારેય...’પોલીસને નહીં રહે ખાતાકીય તપાસનો ડરઅગાઉ 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશ દારૂનો જથ્થો પકડાય ત્યારે ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. આવા કિસ્સામાં જે તે વિસ્તારના પોલિસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય તપાસ થતી હતી. જે મર્યાદા હવે વધારી દેશી દારૂના કેસમાં એક લાખ રૂપિયા અને વિદેશી દારુ ઝડપાવાના કેસમાં 2.50 લાખ કરી દેવામાં આવી છે. જેનાથી એક રીતે પોલીસને હવે ખાતાકીય તપાસનો બહુ ડર નહીં રહે. આ પરિપત્ર વિશે જાણકારો એવું કહે છે કે, ક્વોલિટી કેસના નામે લિમિટ વધારીને પોલીસને તપાસમાં ઢીલ કરી શકે એવો કારસો રચાયો છે. આમ, નાના બુટલેગરોની આડમાં રાજકારણીઓ અને પોલીસની દુકાન ધમધમતી રહેશે. ક્વોલિટી કેસમાં પોલીસને ઢીલગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વિસ્તારોમાં દારુ વેચાતો હોવાના કેસ સામે આવે છે. ત્યારે ગૃહ વિભાગના પરિપત્રથી દારૂબંધીને મુદ્દે કડક પાલન કરાવવાની જગ્યાએ પોલીસને ઢીલ અપાઈ હોવાનું ફલિત થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Home Department Circular Regarding Liquor Ban : રાજ્ય ગૃહ વિભાગ દ્વારા દારૂબંધીને લઈને વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હવે એક લાખનો દેશી દારૂનો જથ્થો અને 2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવશે. અગાઉ દારૂના કેસમાં 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. એટલે કે દારુ ઝડપાવાના ક્વોલિટી કેસના જથ્થામાં વધારો કરાયો છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસને ક્વોલિટી કેસમાં ઢીલ અપાઈ હોય તેવું સ્પષ્ટ લાગે છે.
આ પણ વાંચો : VIDEO: ઉમેદવારી નોંધાવ્યા બાદ વિનેશ ફોગાટના વિરોધી પર આકરા પ્રહાર, કહ્યું- ‘દુશ્મનને ક્યારેય...’
પોલીસને નહીં રહે ખાતાકીય તપાસનો ડર
અગાઉ 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશ દારૂનો જથ્થો પકડાય ત્યારે ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. આવા કિસ્સામાં જે તે વિસ્તારના પોલિસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય તપાસ થતી હતી. જે મર્યાદા હવે વધારી દેશી દારૂના કેસમાં એક લાખ રૂપિયા અને વિદેશી દારુ ઝડપાવાના કેસમાં 2.50 લાખ કરી દેવામાં આવી છે. જેનાથી એક રીતે પોલીસને હવે ખાતાકીય તપાસનો બહુ ડર નહીં રહે.
આ પરિપત્ર વિશે જાણકારો એવું કહે છે કે, ક્વોલિટી કેસના નામે લિમિટ વધારીને પોલીસને તપાસમાં ઢીલ કરી શકે એવો કારસો રચાયો છે. આમ, નાના બુટલેગરોની આડમાં રાજકારણીઓ અને પોલીસની દુકાન ધમધમતી રહેશે.
ક્વોલિટી કેસમાં પોલીસને ઢીલ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વિસ્તારોમાં દારુ વેચાતો હોવાના કેસ સામે આવે છે. ત્યારે ગૃહ વિભાગના પરિપત્રથી દારૂબંધીને મુદ્દે કડક પાલન કરાવવાની જગ્યાએ પોલીસને ઢીલ અપાઈ હોવાનું ફલિત થાય છે.