Dangમાં PM મોદી જનમન અભિયાનના લાભાર્થીઓ સાથે કરશે ઈ- સંવાદ, વાંચો Story
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો શુભારંભ કરાવવામાં આવશે. આવતીકાલે ઉજવણી જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સવારે ૦૯:૪૫ કલાકે રાણાગઢ માધ્યમિક શાળા તા.લીંબડી ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. અગ્રણીઓ રહેશે હાજર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જનજાતિય વિસ્તાર રોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો શુભારંભ કરાવવામાં આવશે.
આવતીકાલે ઉજવણી
જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સવારે ૦૯:૪૫ કલાકે રાણાગઢ માધ્યમિક શાળા તા.લીંબડી ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
અગ્રણીઓ રહેશે હાજર
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જનજાતિય વિસ્તાર
રોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.