Vadodaraમાં ટ્રાફિકની સમસ્યા વકરી, 23 લાખની વસ્તીમાં 17 લાખ વાહનો

લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો જરૂરી: ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલશહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા ટ્રાફિકનું ભારણ વધતા બ્રિજ બનાવવાની માગ ઉઠી વડોદરા શહેરમાં વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ ટ્રાફિકની સમસ્યા વધુ વધુને વિકટ બનતી જઈ રહી છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ રસ્તા પહોળા કરવા,પાર્કિંગની સુવિધા વધારવા,પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સુદ્રઢ કરવાની જરૂરિયાત ઉભી થઈ રહી છે. શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ચાર દરવાજા વિસ્તારમાં શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા હોય તો તે ચાર દરવાજા વિસ્તારમાં છે. કારણ કે અહીં વાર તહેવારે ખરીદી કરવા જિલ્લાભરમાંથી લોકો આવતા હોય છે અને સ્થાનિકો તો ખરા જ. પરંતુ આ ચાર દરવાજામાં જે રોડ પહેલા હતા, તેટલા જ છે તેને પહોળા કરી શકાતા નથી. કારણ કે ચારે તરફ દુકાનો જ દુકાનો છે. એલ.એન્ડ ટી સર્કલ પાસે પણ ટ્રાફિકનું ભારણ વધતા અહીં બ્રિજ બનાવવાની માગ ઉઠી એટલે લોકો અહીં પોતાના વાહનો પાર્ક કરે, દુકાનમાં કામ કરતા લોકો વાહન પાર્ક કરે છે તેમાં જ અડધો રોડ ઘેરાઈ જતા અહીં ટ્રાફિક જામ થાય છે. ઉપરથી કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ.એન્ડ ટી સર્કલ પાસે પણ ટ્રાફિકનું ભારણ વધતા અહીં બ્રિજ બનાવવાની માગ ઉઠી રહી છે, પરંતુ ટેક્નિકલ કારણોસર અહીં હાલ બ્રિજ બને તેવા અણસાર નથી. વડોદરાની 23 લાખની વસ્તીમાં 17 લાખ તો વડોદરાના રજીસ્ટર્ડ વાહનો ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિબેન પટેલનું કહેવું છે કે વડોદરાની 23 લાખની વસ્તીમાં 17 લાખ તો વડોદરાના રજીસ્ટર્ડ વાહનો છે અને બહારથી વાહનો આવે તે અલગ, જેથી ટ્રાફિકની સમસ્યા વધી છે. જો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે તો થોડી સમસ્યા હલ થાય. ટ્રાફિક વિભાગ પણ વધુ ટ્રાફિક વાળા સ્થળોએ સર્વે કરી રહ્યું છે અને સર્વે બાદ યોગ્ય કામગીરી કરાશે. સુરત શહેરમાં પણ ટ્રાફિકની મોટી સમસ્યા ત્યારે બીજી તરફ ડાયમંડ નગરી સુરત શહેરમાં પણ ટ્રાફિકની મોટી સમસ્યા જોવા મળી રહી છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાનાના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સથી ઉધના દરવાજા સુધી 3 કિલોમીટર લાંબો ચક્કાજામ ગમે ત્યારે ગમે તે સમયે થઈ જાય છે અને કલાકો સુધી લોકો હેરાન થાય છે.

Vadodaraમાં ટ્રાફિકની સમસ્યા વકરી, 23 લાખની વસ્તીમાં 17 લાખ વાહનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો જરૂરી: ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલ
  • શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા
  • ટ્રાફિકનું ભારણ વધતા બ્રિજ બનાવવાની માગ ઉઠી

વડોદરા શહેરમાં વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ ટ્રાફિકની સમસ્યા વધુ વધુને વિકટ બનતી જઈ રહી છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ રસ્તા પહોળા કરવા,પાર્કિંગની સુવિધા વધારવા,પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સુદ્રઢ કરવાની જરૂરિયાત ઉભી થઈ રહી છે.

શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ચાર દરવાજા વિસ્તારમાં

શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા હોય તો તે ચાર દરવાજા વિસ્તારમાં છે. કારણ કે અહીં વાર તહેવારે ખરીદી કરવા જિલ્લાભરમાંથી લોકો આવતા હોય છે અને સ્થાનિકો તો ખરા જ. પરંતુ આ ચાર દરવાજામાં જે રોડ પહેલા હતા, તેટલા જ છે તેને પહોળા કરી શકાતા નથી. કારણ કે ચારે તરફ દુકાનો જ દુકાનો છે.

એલ.એન્ડ ટી સર્કલ પાસે પણ ટ્રાફિકનું ભારણ વધતા અહીં બ્રિજ બનાવવાની માગ ઉઠી

એટલે લોકો અહીં પોતાના વાહનો પાર્ક કરે, દુકાનમાં કામ કરતા લોકો વાહન પાર્ક કરે છે તેમાં જ અડધો રોડ ઘેરાઈ જતા અહીં ટ્રાફિક જામ થાય છે. ઉપરથી કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ.એન્ડ ટી સર્કલ પાસે પણ ટ્રાફિકનું ભારણ વધતા અહીં બ્રિજ બનાવવાની માગ ઉઠી રહી છે, પરંતુ ટેક્નિકલ કારણોસર અહીં હાલ બ્રિજ બને તેવા અણસાર નથી.

વડોદરાની 23 લાખની વસ્તીમાં 17 લાખ તો વડોદરાના રજીસ્ટર્ડ વાહનો

ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિબેન પટેલનું કહેવું છે કે વડોદરાની 23 લાખની વસ્તીમાં 17 લાખ તો વડોદરાના રજીસ્ટર્ડ વાહનો છે અને બહારથી વાહનો આવે તે અલગ, જેથી ટ્રાફિકની સમસ્યા વધી છે. જો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે તો થોડી સમસ્યા હલ થાય. ટ્રાફિક વિભાગ પણ વધુ ટ્રાફિક વાળા સ્થળોએ સર્વે કરી રહ્યું છે અને સર્વે બાદ યોગ્ય કામગીરી કરાશે.

સુરત શહેરમાં પણ ટ્રાફિકની મોટી સમસ્યા

ત્યારે બીજી તરફ ડાયમંડ નગરી સુરત શહેરમાં પણ ટ્રાફિકની મોટી સમસ્યા જોવા મળી રહી છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાનાના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સથી ઉધના દરવાજા સુધી 3 કિલોમીટર લાંબો ચક્કાજામ ગમે ત્યારે ગમે તે સમયે થઈ જાય છે અને કલાકો સુધી લોકો હેરાન થાય છે.