Vavમાં ભાજપના સમર્થનમાં ચૌધરી સમાજનું સંમેલન, શંકર ચૌધરી વિરોધીઓ પર ગર્જયા
વાવમાં પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે વાવમાં ભાજપના સમર્થનમાં ચૌધરી સમાજે સંમેલન યોજ્યું છે અને તેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટા નિવેદનો આપ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું કે વાતો બધા એ કરી પણ શૂર એક જ છે.ભાજપને ઠાકોર સમાજે વોટ આપ્યા છે: શંકર ચૌધરી શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે બધી વાતની ચર્ચાનો અંત એક જ છે, કોઈને જીતાડવા માટે આ થયું છે. ટિકિટ મળી હોય તો સામેથી પણ મતની જરૂર પડે, હું અહીં જીત્યો ત્યારે 40 હજાર મત ઠાકોરના મળ્યા હતા. ભાજપને ઠાકોર સમાજે વોટ આપ્યા છે. આ શું કામ કરે છે શું તકલીફ છે? આ પ્લાનિંગ કોંગ્રેસનું છે. મહિના પહેલાથી આ પ્લાનિંગ હતું. એમણે મને કહ્યું કે હું ફોર્મ પાછું ખેંચી લઈશ. હવે આવે તો કહી દે જો કે જમવા આવો વોટની વાત રહેવા દો: શંકર ચૌધરી વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે અમે નક્કી કર્યું હતું કે બેંક વાળું આપી દઈએ, CM સાથે અમે વાત કરી કે સમાજમાં અમે એક રહીએ પણ રાતમાં શું થયું ફોર્મ પાછું ના ખેચ્યું, શંકર ચૌધરીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે આવે તો કહી દે જો કે જમવા આવો વોટની વાત રેવા દો. આ દરમિયાન બ્રાહ્મણ સમાજ જાગૃત થઈ ગયો હતો, એમણે કહ્યું કે એકપણ વોટ બગાડવા દેતા નહીં. લુણીના હરજીભાઈ કોના માણસ, કોના ટેકામાં હતા? દાંતામાં એક મહિનો કામ કર્યું હતું, ત્યારે ખોટું દેખાતું, સમાજને વિભાજિત કરીને આ રીતે ચાલે નહીં. અમે Apmcના ચેરમેન બનાવ્યા અને 2-3 વાર મદદ કરી, 3 વખતનો નિયમ આવ્યો હતો, એમાં પણ કહ્યું કે મારી પત્નીને બનાવો એમાં પણ હા પાડી. અહીં આવે ત્યારે સમાજની વાત કરે છે. તમે 7 વખત ચૂંટણી લડ્યા 1 વખત જીત્યા: શંકર ચૌધરી વધારે આકરા પ્રહાર કરતા શંકર ચૌધરીએ કહ્યું કે ભરતી કરવાની આવી તો કોને લીધા? પણ એક જ કુટુંબના મારે કશું કહેવું નથી. માવજીભાઈ માટે નેગેટિવ બોલવાનું નથી નક્કી કર્યું, તમે 7 વખત ચૂંટણી લડ્યા 1 વખત જીત્યા પણ બાકીમાં તમે બીજાને હરાવવા ચૂંટણી લડ્યા હતા. આકરા સવાલો કરતા શંકર ચૌધરીએ કહ્યું કે કોઈ પૈસા આપે એટલે સમાજને વેચી નાખવાનો? સમાજને બરોબર વેચી નાખે આ ક્યું હિત છે ?’ આ ષડયંત્ર છે જાગી જાઓ જાહેરમાં કહું છું, નહીં જાગો તો પછી કોઈ નહીં વધે, તેને માત્ર 25 હજાર વોટ લેવા છે, એને માત્ર ચૌધરી સમાજના વોટ લેવા છે. જો તેમને બીજા વોટ લેવા હોત તો બીજા સમાજની મિટિંગ કરતા પણ માત્ર સમાજના વોટ લઈને કોંગ્રેસને જીતાડવા છે. ત્યાં બેઠેલા સૂચના આપે એટલું જ એ કરે છે, એક કાંકરે ઘણા પંખી એને મારવા છે, સમાજને સત્તાથી દુર કરવાનો આ ખેલ છે. તમે અમારી વાત માનો છો એટલે અમે ત્યાં કહી શકીએ, આવતીકાલ નવો વિસ્તાર બનશે તો કોણ લડશે? ત્યારે બીજા સમાજના વોટ નહીં મળે તેવુ શંકર ચૌધરીએ કહ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવમાં પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે વાવમાં ભાજપના સમર્થનમાં ચૌધરી સમાજે સંમેલન યોજ્યું છે અને તેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટા નિવેદનો આપ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું કે વાતો બધા એ કરી પણ શૂર એક જ છે.
ભાજપને ઠાકોર સમાજે વોટ આપ્યા છે: શંકર ચૌધરી
શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે બધી વાતની ચર્ચાનો અંત એક જ છે, કોઈને જીતાડવા માટે આ થયું છે. ટિકિટ મળી હોય તો સામેથી પણ મતની જરૂર પડે, હું અહીં જીત્યો ત્યારે 40 હજાર મત ઠાકોરના મળ્યા હતા. ભાજપને ઠાકોર સમાજે વોટ આપ્યા છે. આ શું કામ કરે છે શું તકલીફ છે? આ પ્લાનિંગ કોંગ્રેસનું છે. મહિના પહેલાથી આ પ્લાનિંગ હતું. એમણે મને કહ્યું કે હું ફોર્મ પાછું ખેંચી લઈશ.
હવે આવે તો કહી દે જો કે જમવા આવો વોટની વાત રહેવા દો: શંકર ચૌધરી
વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે અમે નક્કી કર્યું હતું કે બેંક વાળું આપી દઈએ, CM સાથે અમે વાત કરી કે સમાજમાં અમે એક રહીએ પણ રાતમાં શું થયું ફોર્મ પાછું ના ખેચ્યું, શંકર ચૌધરીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે આવે તો કહી દે જો કે જમવા આવો વોટની વાત રેવા દો. આ દરમિયાન બ્રાહ્મણ સમાજ જાગૃત થઈ ગયો હતો, એમણે કહ્યું કે એકપણ વોટ બગાડવા દેતા નહીં. લુણીના હરજીભાઈ કોના માણસ, કોના ટેકામાં હતા? દાંતામાં એક મહિનો કામ કર્યું હતું, ત્યારે ખોટું દેખાતું, સમાજને વિભાજિત કરીને આ રીતે ચાલે નહીં. અમે Apmcના ચેરમેન બનાવ્યા અને 2-3 વાર મદદ કરી, 3 વખતનો નિયમ આવ્યો હતો, એમાં પણ કહ્યું કે મારી પત્નીને બનાવો એમાં પણ હા પાડી. અહીં આવે ત્યારે સમાજની વાત કરે છે.
તમે 7 વખત ચૂંટણી લડ્યા 1 વખત જીત્યા: શંકર ચૌધરી
વધારે આકરા પ્રહાર કરતા શંકર ચૌધરીએ કહ્યું કે ભરતી કરવાની આવી તો કોને લીધા? પણ એક જ કુટુંબના મારે કશું કહેવું નથી. માવજીભાઈ માટે નેગેટિવ બોલવાનું નથી નક્કી કર્યું, તમે 7 વખત ચૂંટણી લડ્યા 1 વખત જીત્યા પણ બાકીમાં તમે બીજાને હરાવવા ચૂંટણી લડ્યા હતા. આકરા સવાલો કરતા શંકર ચૌધરીએ કહ્યું કે કોઈ પૈસા આપે એટલે સમાજને વેચી નાખવાનો? સમાજને બરોબર વેચી નાખે આ ક્યું હિત છે ?’ આ ષડયંત્ર છે જાગી જાઓ જાહેરમાં કહું છું, નહીં જાગો તો પછી કોઈ નહીં વધે, તેને માત્ર 25 હજાર વોટ લેવા છે, એને માત્ર ચૌધરી સમાજના વોટ લેવા છે.
જો તેમને બીજા વોટ લેવા હોત તો બીજા સમાજની મિટિંગ કરતા પણ માત્ર સમાજના વોટ લઈને કોંગ્રેસને જીતાડવા છે. ત્યાં બેઠેલા સૂચના આપે એટલું જ એ કરે છે, એક કાંકરે ઘણા પંખી એને મારવા છે, સમાજને સત્તાથી દુર કરવાનો આ ખેલ છે. તમે અમારી વાત માનો છો એટલે અમે ત્યાં કહી શકીએ, આવતીકાલ નવો વિસ્તાર બનશે તો કોણ લડશે? ત્યારે બીજા સમાજના વોટ નહીં મળે તેવુ શંકર ચૌધરીએ કહ્યું હતું.