Surendranagar: પાટડીમાં વકીલ પર 2 રાઉન્ડ ફાયરિંગ અને કાર પર કરાયો હુમલો
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. માલવણ કચોલિયા પાસે આવેલી ઈસ્કોન હોટલ પર વકીલ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.માલવણ કચોલિયાની ઈસ્કોન હોટલ પર બની ઘટના તમને જણાવી દઈએ કે જમીન બાબતમાં વકીલ પર ફાયરિંગ અને હુમલો કરવામાં આવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ફાયરિંગ અને હુમલામાં એડવોકેટ સાજીદ ખાનનો આબાદ બચાવ થયો છે અને ગેડિયાના શખ્સો એડવોકેટ સાજીદ ખાન ઉપર બે રાઉન્ડ ફાયરિંગ અને કાર ઉપર બેસબોલના ધોકા વડે હુમલો કરીને નાસી છૂટ્યા છે. એડવોકેટ સાજીદ ખાનની પાટડી ખાતે પોતાની ઓફિસ આવેલી છે અને કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને અવારનવાર ફાયરિંગ અને મારામારીના બનાવો બની છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં પણ આજે ફાયરિંગની ઘટના બની વડોદરામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી છે. પતિ હરમીંદર અને પત્ની નીલમબેન વચ્ચે વર્ષોથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પત્ની નીલમબેન આજે જબરજસ્તી પતિના ઘરમાં ઘૂસવા જતા ઉશ્કેરાયેલા પતિએ ફાયરિંગ કર્યું છે. સિંગલ બોરની રાઈફલમાંથી ફાયરિંગ થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે હવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે, 30થી 35 વર્ષ જૂના હથિયાર દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપી હરમિંદર નિવૃત્ત એરફોર્સનો ઓફિસર છે, ફાયરિંગની આ ઘટનામાં હરમીંદરની પત્ની નીલમબેન, નીલમબેનનો સિક્યુરિટી ગાર્ડ અને તાળું તોડવા વાળો વ્યક્તિ ત્રણેય લોકો ઘાયલ થયા છે. હાલમાં આ ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. માલવણ કચોલિયા પાસે આવેલી ઈસ્કોન હોટલ પર વકીલ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
માલવણ કચોલિયાની ઈસ્કોન હોટલ પર બની ઘટના
તમને જણાવી દઈએ કે જમીન બાબતમાં વકીલ પર ફાયરિંગ અને હુમલો કરવામાં આવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ફાયરિંગ અને હુમલામાં એડવોકેટ સાજીદ ખાનનો આબાદ બચાવ થયો છે અને ગેડિયાના શખ્સો એડવોકેટ સાજીદ ખાન ઉપર બે રાઉન્ડ ફાયરિંગ અને કાર ઉપર બેસબોલના ધોકા વડે હુમલો કરીને નાસી છૂટ્યા છે. એડવોકેટ સાજીદ ખાનની પાટડી ખાતે પોતાની ઓફિસ આવેલી છે અને કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને અવારનવાર ફાયરિંગ અને મારામારીના બનાવો બની છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરામાં પણ આજે ફાયરિંગની ઘટના બની
વડોદરામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી છે. પતિ હરમીંદર અને પત્ની નીલમબેન વચ્ચે વર્ષોથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પત્ની નીલમબેન આજે જબરજસ્તી પતિના ઘરમાં ઘૂસવા જતા ઉશ્કેરાયેલા પતિએ ફાયરિંગ કર્યું છે. સિંગલ બોરની રાઈફલમાંથી ફાયરિંગ થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે હવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે, 30થી 35 વર્ષ જૂના હથિયાર દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપી હરમિંદર નિવૃત્ત એરફોર્સનો ઓફિસર છે, ફાયરિંગની આ ઘટનામાં હરમીંદરની પત્ની નીલમબેન, નીલમબેનનો સિક્યુરિટી ગાર્ડ અને તાળું તોડવા વાળો વ્યક્તિ ત્રણેય લોકો ઘાયલ થયા છે. હાલમાં આ ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.