Surendranagarના વસ્તડી કોઝવે પર કારે મારી પલટી, 6 લોકો તણાતા કરાયું રેસ્કયૂ
સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર કાર અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ અને ત્યારબાદ પલટી મારતા કારમાં સવાર 6 લોકો નદીમાં તણાયા હતા,કોઝવે પરથી પસાર થતી વખતે કારે પલટી મારી હતી,સાથે સાથે નદીમાંથી 6 લોકોનું ગ્રામજનોએ રેસ્કયૂ કર્યુ હતુ,વસ્તડીના કોઝવે પર 4 ફૂટ પાણીના વહેણ વહી રહ્યાં છે.ત્યારે ગ્રામજનોએ હાલમાં રોડ પરની અવર-જવર બંધ કરી દીધી છે. મોટી દુર્ઘટના ટળી સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર અચાનક પાણીના પ્રવાહમાં કારમાં સવાર તમામ લોકો ફસાઈ ગયા હતા સાથે સાથે ગ્રામજનો પણ ત્યાંજ ઉભા હતા ત્યારે કાર ચાલક કોઝવેથી થોડેક આગળ ગયા અને કાર વચ્ચોવચ ફસાઈ ગઈ હતી લોકો તણાવા લાગ્યા હતા ત્યારે ગ્રામજનોએ ભેગા મળીને દોરડા વડે તમામ લોકોના રેસ્કયૂ કરી જીવ બચાવ્યા હતા.મોડી રાતથી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસતા કોઝવે પર પાણી ફરી વળવાની સમસ્યા સર્જાઈ છે.જેના કારણે હાલમાં કોઝવે બંધ કરાયો છે. વડોદ ડેમ તરફનો રસ્તો બંધ વડોદ ડેમમાં પાણી જવાના પાટીયા બંધ કરવામાં આવ્યા છે.પાણીના પ્રવાહમાં તણાયેલા 6 લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્કયૂ કર્યુ છે અને તમામના જીવ બચાવી તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.કોઝવે પર એટલા પ્રમાણમાં પાણી વધી રહ્યું છે કે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ છે અને કોઈ સમસ્યા ના સર્જાય તેને લઈ હાલ વડોદ ડેમ તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ અને ફાયર વિભાગની એક ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. સુરેન્દ્રનગરમાં અવિરત વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ જિલ્લાના ચુડા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો, લિંબડીમાં 1.02 ઇંચ, વઢવાણમાં 14 મીમી, સાયલામાં 13 મીમી, ચોટીલામાં 9 મીમી અને લખતરમાં 6 મીમી વરસાદ નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર કાર અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ અને ત્યારબાદ પલટી મારતા કારમાં સવાર 6 લોકો નદીમાં તણાયા હતા,કોઝવે પરથી પસાર થતી વખતે કારે પલટી મારી હતી,સાથે સાથે નદીમાંથી 6 લોકોનું ગ્રામજનોએ રેસ્કયૂ કર્યુ હતુ,વસ્તડીના કોઝવે પર 4 ફૂટ પાણીના વહેણ વહી રહ્યાં છે.ત્યારે ગ્રામજનોએ હાલમાં રોડ પરની અવર-જવર બંધ કરી દીધી છે.
મોટી દુર્ઘટના ટળી
સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર અચાનક પાણીના પ્રવાહમાં કારમાં સવાર તમામ લોકો ફસાઈ ગયા હતા સાથે સાથે ગ્રામજનો પણ ત્યાંજ ઉભા હતા ત્યારે કાર ચાલક કોઝવેથી થોડેક આગળ ગયા અને કાર વચ્ચોવચ ફસાઈ ગઈ હતી લોકો તણાવા લાગ્યા હતા ત્યારે ગ્રામજનોએ ભેગા મળીને દોરડા વડે તમામ લોકોના રેસ્કયૂ કરી જીવ બચાવ્યા હતા.મોડી રાતથી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસતા કોઝવે પર પાણી ફરી વળવાની સમસ્યા સર્જાઈ છે.જેના કારણે હાલમાં કોઝવે બંધ કરાયો છે.
વડોદ ડેમ તરફનો રસ્તો બંધ
વડોદ ડેમમાં પાણી જવાના પાટીયા બંધ કરવામાં આવ્યા છે.પાણીના પ્રવાહમાં તણાયેલા 6 લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્કયૂ કર્યુ છે અને તમામના જીવ બચાવી તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.કોઝવે પર એટલા પ્રમાણમાં પાણી વધી રહ્યું છે કે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ છે અને કોઈ સમસ્યા ના સર્જાય તેને લઈ હાલ વડોદ ડેમ તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ અને ફાયર વિભાગની એક ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે.
સુરેન્દ્રનગરમાં અવિરત વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ જિલ્લાના ચુડા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો, લિંબડીમાં 1.02 ઇંચ, વઢવાણમાં 14 મીમી, સાયલામાં 13 મીમી, ચોટીલામાં 9 મીમી અને લખતરમાં 6 મીમી વરસાદ નોંધાયો છે.