Ahmedabadમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આયોજન, ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આજે હિન્દુ આધ્યાત્મિક મેળા એવા મીની કુંભ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે મીની કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજરી રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દૂ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે.હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા શહેરના વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે મીની કુંભ મેળાનું આયોજન કરાયું. 23 થી 26 જાન્યુઆરી દરમ્યાન મીની કુંભ મેળો ચાલશે.આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે. મીની કુંભમાં 11 કુંડી યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે. આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના 11 જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે. દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા અમદાવાદમાં મીની કુંભ મેળાનું ઉદ્ઘાટન કરાશે. આ કાર્યક્રમમાં 2000 બહેનો કળશયાત્રા કાઢવામાં આવશે તેમજ યુવાઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેતા Youth for Nation ના સૂત્ર સાથે બાઈક રેલી કાઢશે. આ મેળામાં 250 કરતાં પણ વધુ સેવાભાવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. મીની કુંભમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ પ્રદર્શની વિભાગ દ્વારા HSSF મૂળભૂત આયામ,કુટુંબ પ્રબોધન, સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, AR, VR થકી જીવંત અનુભૂતિ, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્લોક અહલ્યાબાઈ તેમજ NCC BSF વિજ્ઞાન આધારિત-ઓડિયો, વીડિયો, 3D-અનિમેશન પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabadમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આયોજન, ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આજે હિન્દુ આધ્યાત્મિક મેળા એવા મીની કુંભ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે મીની કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજરી રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દૂ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા શહેરના વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે મીની કુંભ મેળાનું આયોજન કરાયું. 23 થી 26 જાન્યુઆરી દરમ્યાન મીની કુંભ મેળો ચાલશે.આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે. મીની કુંભમાં 11 કુંડી યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે. આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના 11 જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે. દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા અમદાવાદમાં મીની કુંભ મેળાનું ઉદ્ઘાટન કરાશે. આ કાર્યક્રમમાં 2000 બહેનો કળશયાત્રા કાઢવામાં આવશે તેમજ યુવાઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેતા Youth for Nation ના સૂત્ર સાથે બાઈક રેલી કાઢશે. આ મેળામાં 250 કરતાં પણ વધુ સેવાભાવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. મીની કુંભમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ
પ્રદર્શની વિભાગ દ્વારા HSSF મૂળભૂત આયામ,કુટુંબ પ્રબોધન, સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, AR, VR થકી જીવંત અનુભૂતિ, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્લોક અહલ્યાબાઈ તેમજ NCC BSF વિજ્ઞાન આધારિત-ઓડિયો, વીડિયો, 3D-અનિમેશન પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.