Ahmedabad: ઓઢવના વાલ્મીકિ આવાસમાં નર્કાગારની સ્થિતિ

સોસાયટીઓમાં ગટરની સફાઇમાં કામદારોને ઉતારવામાં આવે તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ ગટર ઓવરફલોની મેટર માટે કોઇ કાર્યવાહી જ કરાતી નથી. ઓઢવના વાલ્મીકિ આવાસમાં ગટરના ગંદા પાણી અને કચરાંના ઢગલાંથી રોગચાળો વકરવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે.આ અંગે ફરિયાદો કરવા છતાં મ્યુનિ.કોર્પોરેશન કોઇ નિવારણ જ લાવતું નથી.સોસાયટીના લોકોએ કહ્યુંકે, ગંદા પાણીથી કંટાળી ગયા છે. ગટર ઓવરફલોના પ્રશ્નનું નિરાકરણ આવતું જ નથી. ફરિયાદો કર્યા પછી પણ મ્યુનિ.કોર્પોરેશન તરફથી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આ ઉપરાંત આવાસ યોજનામાં કચરાંના ઢગલાં પણ થઇ ગયા છે. કચરાંના લીધે મચ્છરોનો ઉપદ્રવ થઇ રહ્યો છે. લોકોને ભારે ગંદકીમાં રહેવું પડે છે. જેથી આ અંગે ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ પણ કરી છે.

Ahmedabad: ઓઢવના વાલ્મીકિ આવાસમાં નર્કાગારની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોસાયટીઓમાં ગટરની સફાઇમાં કામદારોને ઉતારવામાં આવે તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ ગટર ઓવરફલોની મેટર માટે કોઇ કાર્યવાહી જ કરાતી નથી. ઓઢવના વાલ્મીકિ આવાસમાં ગટરના ગંદા પાણી અને કચરાંના ઢગલાંથી રોગચાળો વકરવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે.

આ અંગે ફરિયાદો કરવા છતાં મ્યુનિ.કોર્પોરેશન કોઇ નિવારણ જ લાવતું નથી.સોસાયટીના લોકોએ કહ્યુંકે, ગંદા પાણીથી કંટાળી ગયા છે. ગટર ઓવરફલોના પ્રશ્નનું નિરાકરણ આવતું જ નથી. ફરિયાદો કર્યા પછી પણ મ્યુનિ.કોર્પોરેશન તરફથી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આ ઉપરાંત આવાસ યોજનામાં કચરાંના ઢગલાં પણ થઇ ગયા છે. કચરાંના લીધે મચ્છરોનો ઉપદ્રવ થઇ રહ્યો છે. લોકોને ભારે ગંદકીમાં રહેવું પડે છે. જેથી આ અંગે ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ પણ કરી છે.