Surendranagar: માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત, 1ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે અને થાનમાં માર્ગ અકસ્માતના 2 બનાવમાં રના મોત થયા છે. જેમાં બેંકના કામે બાઈક લઈ લખતર આવતા લીલાપુરના વૃધ્ધનું ડમ્પરે ઠોકર મારતા મોત થયુ છે. બીજી તરફ એમપીના શ્રમજીવીના ટ્રેકટરે ડમ્પરે સામેથી અકસ્માત કરતા પરપ્રાંતીય શ્રમજીવીનું મોત થયુ છે.લખતર-વિરમગામ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે અકસ્માતના વધુ એક બનાવમાં વૃધ્ધનું મોત થયુ છે. મળતી માહીતી મુજબ લખતરના લીલાપુર ગામે રહેતા 67 વર્ષીય સાતુનીયા મનજીભાઈ મોહનભાઈ બાઈક લઈને બેંકના કામે લખતર આવી રહ્યા હતા. ત્યારે લખતર હાઈવે પર યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે પાછળથી માતેલા સાંઢની માફક આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લીધુ હતુ. જેમાં ડમ્પરના પાછળના વ્હીલમાં આવી જતા મનજીભાઈનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. અકસ્માત સર્જી ચાલક ત્યાં જ ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા લખતર પોલીસના રાજુભાઈ કુશાપરા સહિતનાઓ દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે મોકલી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. જયારે મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કલ્યાણપુરા ગામમાં રહેતા 27 વર્ષીય શેનુભાઈ દીતાભાઈ માવી તા. 28-1-25ના રોજ મજુરી કામ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના થાન આવ્યા હતા. થાનના ભાડુલા વિસ્તારમાં આવેલ ખાણોમાં તેમના સાળા મુકેશભાઈ બચુભાઈ મેડા કામ કરતા હતા. તા. 31-1ના રોજ શેનુભાઈ અને મુકેશભાઈ ટ્રેકટર લઈને ખોડીયાર મંદીર પાણી ભરવા જતા હતા. જેમાં ટ્રેકટર મુકેશભાઈ ચલાવતા અને શેનુભાઈ પંખા પર બેઠા હતા. ત્યારે સામેથી આવતા ડમ્પર ચાલકે ટ્રેકટર સાથે અકસ્માત કરતા શેનુભાઈ ફંગોળાયા હતા. જયારે મુકેશભાઈને માથાના અને પેટના ભાગે ઈજા થતા સારવાર માટે દાહોદ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન તા. 3-2ના રોજ તેમનું મોત થયુ હતુ. બનાવની અકસ્માત સર્જી ડમ્પર લઈ ફરાર થનાર ચાલક સામે થાન પોલીસ મથકે તા. 19-2ના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.ટી.ગઢવી ચલાવી રહ્યા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે અને થાનમાં માર્ગ અકસ્માતના 2 બનાવમાં રના મોત થયા છે. જેમાં બેંકના કામે બાઈક લઈ લખતર આવતા લીલાપુરના વૃધ્ધનું ડમ્પરે ઠોકર મારતા મોત થયુ છે. બીજી તરફ એમપીના શ્રમજીવીના ટ્રેકટરે ડમ્પરે સામેથી અકસ્માત કરતા પરપ્રાંતીય શ્રમજીવીનું મોત થયુ છે.
લખતર-વિરમગામ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે અકસ્માતના વધુ એક બનાવમાં વૃધ્ધનું મોત થયુ છે. મળતી માહીતી મુજબ લખતરના લીલાપુર ગામે રહેતા 67 વર્ષીય સાતુનીયા મનજીભાઈ મોહનભાઈ બાઈક લઈને બેંકના કામે લખતર આવી રહ્યા હતા. ત્યારે લખતર હાઈવે પર યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે પાછળથી માતેલા સાંઢની માફક આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લીધુ હતુ. જેમાં ડમ્પરના પાછળના વ્હીલમાં આવી જતા મનજીભાઈનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. અકસ્માત સર્જી ચાલક ત્યાં જ ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા લખતર પોલીસના રાજુભાઈ કુશાપરા સહિતનાઓ દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે મોકલી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. જયારે મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કલ્યાણપુરા ગામમાં રહેતા 27 વર્ષીય શેનુભાઈ દીતાભાઈ માવી તા. 28-1-25ના રોજ મજુરી કામ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના થાન આવ્યા હતા. થાનના ભાડુલા વિસ્તારમાં આવેલ ખાણોમાં તેમના સાળા મુકેશભાઈ બચુભાઈ મેડા કામ કરતા હતા. તા. 31-1ના રોજ શેનુભાઈ અને મુકેશભાઈ ટ્રેકટર લઈને ખોડીયાર મંદીર પાણી ભરવા જતા હતા. જેમાં ટ્રેકટર મુકેશભાઈ ચલાવતા અને શેનુભાઈ પંખા પર બેઠા હતા. ત્યારે સામેથી આવતા ડમ્પર ચાલકે ટ્રેકટર સાથે અકસ્માત કરતા શેનુભાઈ ફંગોળાયા હતા. જયારે મુકેશભાઈને માથાના અને પેટના ભાગે ઈજા થતા સારવાર માટે દાહોદ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન તા. 3-2ના રોજ તેમનું મોત થયુ હતુ. બનાવની અકસ્માત સર્જી ડમ્પર લઈ ફરાર થનાર ચાલક સામે થાન પોલીસ મથકે તા. 19-2ના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.ટી.ગઢવી ચલાવી રહ્યા છે.