Ahmedabad: નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ કરાશે

AMC દ્વારા શહેરના ઉત્તર ઝોનના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનને અપગ્રેડ કરીને નવું 5.63 મિલિયન લિટરની કેપેસિટી ધરાવતું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવાનું વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. આ હેતુસર રૂ. 4 કરોડ, 7 લાખથી વધુનો ખર્ચની દરખાસ્ત વોટર કમિટીમાં મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને લીલીઝંડી આપવા માટે રજૂ કરવામાં આવશે.વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ નરોડા ફાયર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફ્તે તેના કમાન્ડ એરીયામાં આવતા વિસ્તારો પૈકી ચાંમુડા બ્રીજ પાસે આવેલ વ્રજ વલ્લભ પુરાની ચાલીથી BRTS રોડને પેરેલલ આવેલ મહેન્દ્રકુમારની ચાલી સુધી તથા ડી કોલોની વિસ્તારમાં આવેલ જુદી જુદી ચાલીઓ તદઉપરાંત C કોલોનીનાં કુલ 26 બ્લોક તથા સરકારી વસાહતનાં કુલ 6 બ્લોકમાં, વિજય મીલ હેલ્થ સ્ટાફ્ ક્વાટર્સ, ડી કોલોનીમાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ ટાંકી ભરી કુલ 13 બ્લોક, લેબર ક્વાટર્સમાં આવેલ 14 બ્લોકમાં, પુઅર ક્વાટર્સનાં કુલ 96 મકાનોમાં, નરોડા ફાયર બ્રીગેડનાં ક્વાટર્સ ખાતે પાણીનો સપ્લાય કરવામાં આવે છે. આ વિસ્તારની જુદી જુદી ચાલીઓ, સરકારી વસાહત, લેબર ક્વાર્ટર્સ, વિજય મિલ હેલ્થ ક્વાર્ટર્સ, સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઈને નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી પૂરૂં પાડવા માટે નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેતુસર AMC ઈજનેર વિભાગને અંદાજ નક્કી કરીને ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને આ કામગીરી માટે લોએસ્ટ ટેન્ડરર એ. એ. એન્જિનીયર્સના રૂ. 4 કરોડ, 6 લાખ+ GST સહિતની રકમ મંજૂર કરવામાં આવી છે. નરોડા ફાયર સ્ટેશનમાં ઓગમેન્ટેશન કરીને 5 મિલિયન ક્ષમતાનું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવામાં આવશે અને તેમાં નવા પંપ સેટ, ઈલેક્ટેરીકલ એન્ડ મીકેનીકલ એસેસરીઝ તા SITC કામગીરી અને 5 વર્ષના કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટની કામગીરી કરવાની રહેશે. નરોડા ફાયર સ્ટેશન વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ થયા પછી પીવાના પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી આપી શકાશે તેમજ એનર્જી સેવીંગ પણ થશે.

Ahmedabad: નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC દ્વારા શહેરના ઉત્તર ઝોનના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનને અપગ્રેડ કરીને નવું 5.63 મિલિયન લિટરની કેપેસિટી ધરાવતું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવાનું વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. આ હેતુસર રૂ. 4 કરોડ, 7 લાખથી વધુનો ખર્ચની દરખાસ્ત વોટર કમિટીમાં મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને લીલીઝંડી આપવા માટે રજૂ કરવામાં આવશે.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ નરોડા ફાયર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફ્તે તેના કમાન્ડ એરીયામાં આવતા વિસ્તારો પૈકી ચાંમુડા બ્રીજ પાસે આવેલ વ્રજ વલ્લભ પુરાની ચાલીથી BRTS રોડને પેરેલલ આવેલ મહેન્દ્રકુમારની ચાલી સુધી તથા ડી કોલોની વિસ્તારમાં આવેલ જુદી જુદી ચાલીઓ તદઉપરાંત C કોલોનીનાં કુલ 26 બ્લોક તથા સરકારી વસાહતનાં કુલ 6 બ્લોકમાં, વિજય મીલ હેલ્થ સ્ટાફ્ ક્વાટર્સ, ડી કોલોનીમાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ ટાંકી ભરી કુલ 13 બ્લોક, લેબર ક્વાટર્સમાં આવેલ 14 બ્લોકમાં, પુઅર ક્વાટર્સનાં કુલ 96 મકાનોમાં, નરોડા ફાયર બ્રીગેડનાં ક્વાટર્સ ખાતે પાણીનો સપ્લાય કરવામાં આવે છે. આ વિસ્તારની જુદી જુદી ચાલીઓ, સરકારી વસાહત, લેબર ક્વાર્ટર્સ, વિજય મિલ હેલ્થ ક્વાર્ટર્સ, સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઈને નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી પૂરૂં પાડવા માટે નરોડા ફાયર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હેતુસર AMC ઈજનેર વિભાગને અંદાજ નક્કી કરીને ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને આ કામગીરી માટે લોએસ્ટ ટેન્ડરર એ. એ. એન્જિનીયર્સના રૂ. 4 કરોડ, 6 લાખ+ GST સહિતની રકમ મંજૂર કરવામાં આવી છે. નરોડા ફાયર સ્ટેશનમાં ઓગમેન્ટેશન કરીને 5 મિલિયન ક્ષમતાનું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવામાં આવશે અને તેમાં નવા પંપ સેટ, ઈલેક્ટેરીકલ એન્ડ મીકેનીકલ એસેસરીઝ તા SITC કામગીરી અને 5 વર્ષના કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટની કામગીરી કરવાની રહેશે. નરોડા ફાયર સ્ટેશન વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન અપગ્રેડ થયા પછી પીવાના પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી આપી શકાશે તેમજ એનર્જી સેવીંગ પણ થશે.