Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક અને AMCની સ્પેશ્યલ ડ્રાઇવ

અમદાવાદમાં ટ્રાફિક અને AMCની સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઇ હતી. હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક સમસ્યા નિવારવા આ ડ્રાઇવ યોજાઇ હતી. માનસી, સિંધુભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા, ઘાટલોડિયામાં વિસ્તારમા ડ્રાઇવ ચલાવાઈ હતી. આ દરમિયાન રસ્તા પર અડચણરૂપ વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા હતા. ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો લોક કરાયા હતા.ટ્રાફિક વિભાગ અને AMC સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ શનિવાર સવારથી જ અમદાવાદ વિસ્તારમાં ટ્રાફિક અને amc દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદનો વ્યાપ અને વસ્તી વધતાં શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પણ યોગ્ય પાલન થતું નથી. જેને પરિણામે લોકોને હેરાન થવું પડે છે. હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક સમસ્યા નિવારવા ડ્રાઇવ શહેરની ટ્રાફિક સમસ્યાથી સૌ કોઈ વાકેફ છે. તેને નિવારવા તંત્ર દ્વારા નામ પૂરતી જ કાર્યવાહી થાય છે ત્યાર બાદ ઠેર ના ઠેર પરિસ્થિતિ હોય છે. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરાઇ હતી. જેમાં શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો, આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને લોક કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. રસ્તા પર અડચણરૂપ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા શહેરમાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા ડ્રાઇવ યોજી દબાણો દૂર કરાયા હતા. Amc અને ટ્રાફિક વિભાગ દ્વારા માનસી ક્રોસ રોડ,સિંધુભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા, ઘાટલોડિયા વિસ્તારમાં ડ્રાઇવ યોજી કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક અને AMCની સ્પેશ્યલ ડ્રાઇવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ટ્રાફિક અને AMCની સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઇ હતી. હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક સમસ્યા નિવારવા આ ડ્રાઇવ યોજાઇ હતી. માનસી, સિંધુભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા, ઘાટલોડિયામાં વિસ્તારમા ડ્રાઇવ ચલાવાઈ હતી. આ દરમિયાન રસ્તા પર અડચણરૂપ વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા હતા. ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો લોક કરાયા હતા.

ટ્રાફિક વિભાગ અને AMC સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ

શનિવાર સવારથી જ અમદાવાદ વિસ્તારમાં ટ્રાફિક અને amc દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદનો વ્યાપ અને વસ્તી વધતાં શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પણ યોગ્ય પાલન થતું નથી. જેને પરિણામે લોકોને હેરાન થવું પડે છે.

હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક સમસ્યા નિવારવા ડ્રાઇવ

શહેરની ટ્રાફિક સમસ્યાથી સૌ કોઈ વાકેફ છે. તેને નિવારવા તંત્ર દ્વારા નામ પૂરતી જ કાર્યવાહી થાય છે ત્યાર બાદ ઠેર ના ઠેર પરિસ્થિતિ હોય છે. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરાઇ હતી. જેમાં શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો, આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને લોક કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

રસ્તા પર અડચણરૂપ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા

શહેરમાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા ડ્રાઇવ યોજી દબાણો દૂર કરાયા હતા. Amc અને ટ્રાફિક વિભાગ દ્વારા માનસી ક્રોસ રોડ,સિંધુભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા, ઘાટલોડિયા વિસ્તારમાં ડ્રાઇવ યોજી કાર્યવાહી હાથ ધરી હતી.