Dhandhuka અને ધોલેરા પંથકમાં તુલસીવિવાહ મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ જિલ્લાના ધંધૂકા અને ધોલેરા પંથકમાં દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી માતા અને ઠાકોરજીના લગ્નનો ભવ્ય અને દિવ્ય પ્રસંગ શ્રદ્ધા અને ભાવ સાથે ઉજવાયો હતો. મુખ્ય ઉત્સવ ધંધૂકાના ભગવાનદાસજીના રામજી મંદિર ખાતે પરંપરાગત રીતે ભવ્યાતિભવ્ય તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.શ્રી ઠાકોરજીની જાન આવતા જ પરંપરાગત રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ શેરડીના સાંઠાથી પરાંપરગત સ્વાગત કર્યું હતું. તુલસી માતા અને ઠાકોરજીના લગ્નનો ભવ્ય સમારોહ વૈદિક પરંપરા સાથે યોજાયો હતો. તો ધોલેરા, ફેદરા અને જીંજર સહિતના ગામોમાં પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધંધૂકાના સૌથી મોટા તુલસી વિવાહનું આયોજન ભગવાનદાસ બાપુના રામજી મંદિર ખાતે ધામધૂમથી કરવામાં આવ્યુ હતું. કન્યાદાન બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું. તો ઠાકોરજીની જાન કમલેશભાઈ સોની પરિવારના ઘરેથી નીકળી હતી. મામેરું લઈને પ્રસિદ્ધ યાત્રાધામ છલાળા અમરધામના મહંત જનકસિંહ સાહેબ આવ્યા હતા. આ તકે સંતો-મહંતો, શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોનું સન્માન મંદિર વતી ભદુભાઈ અગ્રાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભવ્યતાથી સમગ્ર ઉત્સવ ઉજવાયો હતો. તો ઠાકોરજીની જાન આવી ત્યારે પરંપરા મુજબ રોડની બન્ને તરફ્ શેરડીના સાંઠા સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ પાલખીને સાંઠાનો સ્પર્શ કરાવી સ્વાગત કર્યું હતું. સમગ્ર ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ધોલેરા, ફેદરા અને જીંજર સહિતના ગામોમાં પણ પરંપરાગત રીતે તુલસી વિવાહનો પર્વ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.

Dhandhuka અને ધોલેરા પંથકમાં તુલસીવિવાહ મહોત્સવની ધામધૂમથી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના ધંધૂકા અને ધોલેરા પંથકમાં દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી માતા અને ઠાકોરજીના લગ્નનો ભવ્ય અને દિવ્ય પ્રસંગ શ્રદ્ધા અને ભાવ સાથે ઉજવાયો હતો. મુખ્ય ઉત્સવ ધંધૂકાના ભગવાનદાસજીના રામજી મંદિર ખાતે પરંપરાગત રીતે ભવ્યાતિભવ્ય તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

શ્રી ઠાકોરજીની જાન આવતા જ પરંપરાગત રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ શેરડીના સાંઠાથી પરાંપરગત સ્વાગત કર્યું હતું. તુલસી માતા અને ઠાકોરજીના લગ્નનો ભવ્ય સમારોહ વૈદિક પરંપરા સાથે યોજાયો હતો. તો ધોલેરા, ફેદરા અને જીંજર સહિતના ગામોમાં પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધંધૂકાના સૌથી મોટા તુલસી વિવાહનું આયોજન ભગવાનદાસ બાપુના રામજી મંદિર ખાતે ધામધૂમથી કરવામાં આવ્યુ હતું. કન્યાદાન બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું. તો ઠાકોરજીની જાન કમલેશભાઈ સોની પરિવારના ઘરેથી નીકળી હતી. મામેરું લઈને પ્રસિદ્ધ યાત્રાધામ છલાળા અમરધામના મહંત જનકસિંહ સાહેબ આવ્યા હતા. આ તકે સંતો-મહંતો, શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોનું સન્માન મંદિર વતી ભદુભાઈ અગ્રાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભવ્યતાથી સમગ્ર ઉત્સવ ઉજવાયો હતો. તો ઠાકોરજીની જાન આવી ત્યારે પરંપરા મુજબ રોડની બન્ને તરફ્ શેરડીના સાંઠા સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ પાલખીને સાંઠાનો સ્પર્શ કરાવી સ્વાગત કર્યું હતું. સમગ્ર ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ધોલેરા, ફેદરા અને જીંજર સહિતના ગામોમાં પણ પરંપરાગત રીતે તુલસી વિવાહનો પર્વ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.