Banaskantha ડિઝાસ્ટર વિભાગ દિવાળીને લઈ સચેત, ફટાકડા ફોડતા આ બાબતોનું રાખો ધ્યાન

આગામી દિવાળીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના/આગ કે અન્ય બનાવ ન બને, લોકોની સલામતી જળવાય અને લોકો હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે જાહેર જનતાના હિતાર્થે દિવાળીના તહેવાર દરમ્યાન સલામતી અને સાવચેતી રાખવા અંગે જરૂરી સૂચનાઓ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સુકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડો અને ખાતરી કરો કે આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી. હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદો. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવાનું યાદ રાખો, ખાસ કરીને જો ક્રેકર વાપરવા માટે નવું હોય. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો. ક્રેકર સળગાવતી વખતે, સલામત અંતર જાળવો. ફટાકડા ફોડતી વખતે તમારા વાળને યોગ્ય રીતે બાંધો લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણ કે તેમાં આગ લાગવાની શક્યતા છે. તેના બદલે, ફીટ કરેલા કોટનના કપડા પહેરો. સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરો. બાળકોનું વિશેષ ધ્યાન રાખો. તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ફટાકડાનો અવાજ બહેરાશ ભર્યો હોય, તો નુકસાન ટાળવા માટે તમારા કાનમાં કોટન પ્લગ મૂકો. શ્વસનપ્રક્રિયા સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાવાળા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ તમારી છતની ટોચ પરથી કોઈપણ જ્વલનશીલ પદાર્થને દૂર કર્યાની ખાતરી કરો. ફટાકડા ફોડતી વખતે ફૂટવેર પહેરો, હાથમાં ફટાકડા ફોડશો નહીં સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો. વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા નહીં. અડધા બળી ગયેલા કટાકડાને ક્યારેય ફેંકશો નહીકે અડકશો નહિ તે જ્વલનશીલ પદાર્થ પર પડી શકે છે અને આગ ફેલાઈ શકે છે, ફટાકડા ફોડવા માટે ઓપન ફાયર (મેચ બોક્ષ અથવા લાઇટર)નો ઉપયોગ કરવાનું ટાળોતેના બદલે ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર, લાંબુ ફાયર લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો. કોઈપણ વાહનની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં.જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો. ક્રેકરથી સુરક્ષિત અંતર જાળવો અને તેને ફેલાવવા માટે પાણી રેડો. ખેતરની આસપાસ ના ફોડો ફટાકડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી અને કોટન ગોડાઉન વિસ્તારની આજુબાજુ ફટાકડા ફોડવા નહી. ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથમાં રાખો. આપત્તિ સમયે ૦૨૭૪૨- ૨૫૦૬૨૭/૨૫૧૬૨૭ અથવા ટોલ ફ્રી ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવો જોઈએ તેમ નિવાસી અધિક કલેક્ટર,બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Banaskantha ડિઝાસ્ટર વિભાગ દિવાળીને લઈ સચેત, ફટાકડા ફોડતા આ બાબતોનું રાખો ધ્યાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી દિવાળીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના/આગ કે અન્ય બનાવ ન બને, લોકોની સલામતી જળવાય અને લોકો હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે જાહેર જનતાના હિતાર્થે દિવાળીના તહેવાર દરમ્યાન સલામતી અને સાવચેતી રાખવા અંગે જરૂરી સૂચનાઓ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સુકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડો અને ખાતરી કરો કે આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી. હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદો. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવાનું યાદ રાખો, ખાસ કરીને જો ક્રેકર વાપરવા માટે નવું હોય. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો. ક્રેકર સળગાવતી વખતે, સલામત અંતર જાળવો.

ફટાકડા ફોડતી વખતે તમારા વાળને યોગ્ય રીતે બાંધો

લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણ કે તેમાં આગ લાગવાની શક્યતા છે. તેના બદલે, ફીટ કરેલા કોટનના કપડા પહેરો. સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરો. બાળકોનું વિશેષ ધ્યાન રાખો. તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ફટાકડાનો અવાજ બહેરાશ ભર્યો હોય, તો નુકસાન ટાળવા માટે તમારા કાનમાં કોટન પ્લગ મૂકો.

શ્વસનપ્રક્રિયા સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાવાળા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ

તમારી છતની ટોચ પરથી કોઈપણ જ્વલનશીલ પદાર્થને દૂર કર્યાની ખાતરી કરો. ફટાકડા ફોડતી વખતે ફૂટવેર પહેરો, હાથમાં ફટાકડા ફોડશો નહીં સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો. વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા નહીં. અડધા બળી ગયેલા કટાકડાને ક્યારેય ફેંકશો નહીકે અડકશો નહિ તે જ્વલનશીલ પદાર્થ પર પડી શકે છે અને આગ ફેલાઈ શકે છે,

ફટાકડા ફોડવા માટે ઓપન ફાયર (મેચ બોક્ષ અથવા લાઇટર)નો ઉપયોગ કરવાનું ટાળો

તેના બદલે ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર, લાંબુ ફાયર લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો. કોઈપણ વાહનની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં.જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો. ક્રેકરથી સુરક્ષિત અંતર જાળવો અને તેને ફેલાવવા માટે પાણી રેડો.

ખેતરની આસપાસ ના ફોડો ફટાકડા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી અને કોટન ગોડાઉન વિસ્તારની આજુબાજુ ફટાકડા ફોડવા નહી. ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથમાં રાખો. આપત્તિ સમયે ૦૨૭૪૨- ૨૫૦૬૨૭/૨૫૧૬૨૭ અથવા ટોલ ફ્રી ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવો જોઈએ તેમ નિવાસી અધિક કલેક્ટર,બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.