Ahmedabad: ડેવલોપમેન્ટના કામમાં વિલંબને પગલે ખારીકટ કેનાલમાં ગંદકીના થર જામ્યા

વરસાદ બંધ થવાના બાદ ખારીકટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. રૂ.1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથે લેવામાં આવી છે.જેને પૂરી કરવા માટે અવારનવાર રજુઆતો કરવામાં આવી રહી છે પરંતુ કામગીરી ઝડપથી આગળ વધી રહી નથી. એક તરફ મ્યુનિ. કોર્પોરેશનના ખારીકટ વિભાગ દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે હજી સુધી જોઇએ તેવી ઝડપ પકડવામાં આવી નથી. સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાવાનું બંધ કરવામાં આવતાં કેનાલની અંદરની પુષ્કળ પ્રમાણમાં ગંદકી દુર્ગંધ મારી રહી છે. તેમજ ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને આસપાસના વિસ્તારોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. પૂર્વ વિસ્તાર માટે ખારીકટ કેનાલની કામગીરી માથાનો દુખાવો બની રહ્યો છે. ચોમાસા બાદ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાવનું મોડું કર્યું હોવાથી કામગીરીમાં વિલંબ થયો હોવાના AMC ના દાવા સામે હવે કેનાલમાં પાણી છોડવાનું બંધ કર્યાના 21 દિવસથી પણ વધુ થઈ ગયા પણ જોઈએ તેવી ઝડપે કામ શરૂ થયું નથી. હજી નરોડા સ્મશાન નજીક પમ્પ દ્વારા પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય સ્થાનો પર કેનાલમાં પાણી ન હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ આવી રહી છે. નરોડાથી શરૂ કરીને નોબલનગર, નિકોલ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, ઓઢવથી લઈ છેક જશોદાનગર, ક્રિષ્નાનગર સહિતના વિસ્તારમાં પાણી વહેતું અટકી જવાના કારણે ખૂબ જ દુર્ગંધ મારી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. તેમજ તહેવારોમાં સફાઈ કર્મીઓ પણ અનિયમિત આવતા હોવાના કારણે લોકો કચરો પણ કેનાલમાં ઠાલવી રહ્યા છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે આસપાસના વિસ્તારોમાં માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી કામગીરી ઝડપથી શરૂ થાય અને લોકોને ગંદકીમાંથી છૂટકારો મળે તેવી જ માંગણી રહી છે.

Ahmedabad: ડેવલોપમેન્ટના કામમાં વિલંબને પગલે ખારીકટ કેનાલમાં ગંદકીના થર જામ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વરસાદ બંધ થવાના બાદ ખારીકટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. રૂ.1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથે લેવામાં આવી છે.

જેને પૂરી કરવા માટે અવારનવાર રજુઆતો કરવામાં આવી રહી છે પરંતુ કામગીરી ઝડપથી આગળ વધી રહી નથી. એક તરફ મ્યુનિ. કોર્પોરેશનના ખારીકટ વિભાગ દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે હજી સુધી જોઇએ તેવી ઝડપ પકડવામાં આવી નથી. સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાવાનું બંધ કરવામાં આવતાં કેનાલની અંદરની પુષ્કળ પ્રમાણમાં ગંદકી દુર્ગંધ મારી રહી છે. તેમજ ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને આસપાસના વિસ્તારોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે.

પૂર્વ વિસ્તાર માટે ખારીકટ કેનાલની કામગીરી માથાનો દુખાવો બની રહ્યો છે. ચોમાસા બાદ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાવનું મોડું કર્યું હોવાથી કામગીરીમાં વિલંબ થયો હોવાના AMC ના દાવા સામે હવે કેનાલમાં પાણી છોડવાનું બંધ કર્યાના 21 દિવસથી પણ વધુ થઈ ગયા પણ જોઈએ તેવી ઝડપે કામ શરૂ થયું નથી. હજી નરોડા સ્મશાન નજીક પમ્પ દ્વારા પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય સ્થાનો પર કેનાલમાં પાણી ન હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ આવી રહી છે. નરોડાથી શરૂ કરીને નોબલનગર, નિકોલ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, ઓઢવથી લઈ છેક જશોદાનગર, ક્રિષ્નાનગર સહિતના વિસ્તારમાં પાણી વહેતું અટકી જવાના કારણે ખૂબ જ દુર્ગંધ મારી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. તેમજ તહેવારોમાં સફાઈ કર્મીઓ પણ અનિયમિત આવતા હોવાના કારણે લોકો કચરો પણ કેનાલમાં ઠાલવી રહ્યા છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે આસપાસના વિસ્તારોમાં માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી કામગીરી ઝડપથી શરૂ થાય અને લોકોને ગંદકીમાંથી છૂટકારો મળે તેવી જ માંગણી રહી છે.