Ahmedabad: નવા વાડજમાં 9 વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

નવા વાડજમાં રહેતો અને દરજી કામ કરતા યુવકે 9 વ્યાજખોરો પાસેથી 10 ટકા વધુથી વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ભરી ન શકતા વ્યાજખોરોએ દુકાને આવીને પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપતા હતા. એટલુ જ નહિ વ્યાજ વસુલવા કાર અને એક્ટિવા પણ પડાવી લીધુ હતુ. જેથી કંટાળીને યુવકે પોતાના ઘરે ગળેફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્નીએ 9 વ્યાજખોરો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.નવા વાડજમાં સમીરભાઇ દરજીની દુકાન ધરાવી કામ કરતા હતા. ગત 1 નવેમ્બરે તેમણે બેડરૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ગળેફંસો ખાધેલ હાલતમાં લટકતા હતા. આ કેસમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પત્નીની પૂછપરછ કરતા જણાવ્યુ કે પતિએ ચાંદલોડિયાના નેમીચંદ મારવાડી, ગોતાના અમરત રાઠોડ, કલોલના ગેમર, સેટેલાઇટના રૂતુરાજ, સુરજ દેસાઇ, ઉમેદ, વાડજના વિનોદ ભરવાડ, ચાંદલોડિયાના મદનલાલ મારવાડી સહિત 9 લોકો પાસેથી તેમને 10 ટકા વધુ વ્યાજે રૂપિયા લીધા હતા . આ તમામ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરીને ત્રાસ આપીને ધમકી આપતા હતા અને કાર અને એક્ટિવા પણ પડાવી લીધુ હતુ દુકાને ગ્રાહકોની હાજરીમાં બિભત્સ ગાળો બોલીને રૂપિયા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને સમીરભાઇએ ગળેફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્ની સોનલબેને તમામ વ્યાજખોરો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Ahmedabad: નવા વાડજમાં 9 વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવા વાડજમાં રહેતો અને દરજી કામ કરતા યુવકે 9 વ્યાજખોરો પાસેથી 10 ટકા વધુથી વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ભરી ન શકતા વ્યાજખોરોએ દુકાને આવીને પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપતા હતા. એટલુ જ નહિ વ્યાજ વસુલવા કાર અને એક્ટિવા પણ પડાવી લીધુ હતુ. જેથી કંટાળીને યુવકે પોતાના ઘરે ગળેફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્નીએ 9 વ્યાજખોરો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

નવા વાડજમાં સમીરભાઇ દરજીની દુકાન ધરાવી કામ કરતા હતા. ગત 1 નવેમ્બરે તેમણે બેડરૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ગળેફંસો ખાધેલ હાલતમાં લટકતા હતા. આ કેસમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પત્નીની પૂછપરછ કરતા જણાવ્યુ કે પતિએ ચાંદલોડિયાના નેમીચંદ મારવાડી, ગોતાના અમરત રાઠોડ, કલોલના ગેમર, સેટેલાઇટના રૂતુરાજ, સુરજ દેસાઇ, ઉમેદ, વાડજના વિનોદ ભરવાડ, ચાંદલોડિયાના મદનલાલ મારવાડી સહિત 9 લોકો પાસેથી તેમને 10 ટકા વધુ વ્યાજે રૂપિયા લીધા હતા . આ તમામ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરીને ત્રાસ આપીને ધમકી આપતા હતા અને કાર અને એક્ટિવા પણ પડાવી લીધુ હતુ દુકાને ગ્રાહકોની હાજરીમાં બિભત્સ ગાળો બોલીને રૂપિયા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને સમીરભાઇએ ગળેફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્ની સોનલબેને તમામ વ્યાજખોરો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.