Haryanaમાં ભાજપની જીત, CR પાટીલે જલેબી બનાવી કરી ઉજવણી
આજે હરિયાણા અને જમ્મૂ કાશ્મીરના પરિણામ આવ્યા છે અને જેમાં હરિયાણામાં ભાજપે જીત મેળવી છે, તેને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે અનેક મીડિયા દ્વારા અલગ અલગ પરિણામની શક્યતા જાહેર કરવામાં આવી હતી.ભાજપની હેટ્રીક પર હરિયાણાના લોકોનો આભાર: CR પાટીલ ત્યારે આજે ફરીથી એક વખત જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપમાં અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ છે અને હરિયાણાના મતદારોએ તે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે અને સતત ત્રીજી વખત હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ ડબલ એન્જિન સરકારનો મજાક ઉડાવતા હતા, પરંતુ હરિયાણાના લોકોએ ત્રીજી વખત ભાજપને સત્તા સોંપી છે. જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ વિકાસ થયો કોંગ્રેસના જુઠ્ઠાણા વચ્ચે લોકોએ પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખ્યો છે અને સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે હું હરિયાણાના તમામ બધા ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું. જમ્મુ કાશ્મીરમાં આપે જોયું હશે કે મોદી સાહેબે વિકાસ મંત્રી આપ્યો અને અમિત શાહે આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવાની ઝુંબેશ ઉપાડી હતી અને લોકો ભય મુક્ત થયા છે. હાલમાં 27થી વધારે સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ 10થી 12 સીટ પર આગળ ચાલી રહી છે. ફારુક અબ્દુલ્લા પણ તેમના વિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના જૂઠ્ઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો: પાટીલ ત્યારે વધુમાં સી.આર.પાટીલે હરિયાણાની જીત પર કહ્યું કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે. બંધારણમાં વિશ્વાસ મૂકીને વડાપ્રધાન મોદીએ સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે, તેની જીત છે. કોંગ્રેસના જૂઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો છે. CR પાટીલે જલેબી બનાવી કરી ઉજવણી ત્યારે આ દરમિયાન ભાજપ હેડ ક્વાર્ટર ખાતે તમામ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ જલેબી બનાવી હતી અને તમામ લોકોએ એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી હતી તો સુરતમાં પણ હરિયાણામાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપની જીત પર કાપડના વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કાપડ વેપારીઓએ ભાજપ જીત તરફ વળતા સેલિબ્રેશન કર્યું છે. કાપડના વેપારીઓએ પણ મીઠાઈ અને જલેબી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે હરિયાણા અને જમ્મૂ કાશ્મીરના પરિણામ આવ્યા છે અને જેમાં હરિયાણામાં ભાજપે જીત મેળવી છે, તેને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે અનેક મીડિયા દ્વારા અલગ અલગ પરિણામની શક્યતા જાહેર કરવામાં આવી હતી.
ભાજપની હેટ્રીક પર હરિયાણાના લોકોનો આભાર: CR પાટીલ
ત્યારે આજે ફરીથી એક વખત જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપમાં અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ છે અને હરિયાણાના મતદારોએ તે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે અને સતત ત્રીજી વખત હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ ડબલ એન્જિન સરકારનો મજાક ઉડાવતા હતા, પરંતુ હરિયાણાના લોકોએ ત્રીજી વખત ભાજપને સત્તા સોંપી છે.
જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ વિકાસ થયો
કોંગ્રેસના જુઠ્ઠાણા વચ્ચે લોકોએ પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખ્યો છે અને સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે હું હરિયાણાના તમામ બધા ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું. જમ્મુ કાશ્મીરમાં આપે જોયું હશે કે મોદી સાહેબે વિકાસ મંત્રી આપ્યો અને અમિત શાહે આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવાની ઝુંબેશ ઉપાડી હતી અને લોકો ભય મુક્ત થયા છે. હાલમાં 27થી વધારે સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ 10થી 12 સીટ પર આગળ ચાલી રહી છે. ફારુક અબ્દુલ્લા પણ તેમના વિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસના જૂઠ્ઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો: પાટીલ
ત્યારે વધુમાં સી.આર.પાટીલે હરિયાણાની જીત પર કહ્યું કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે. બંધારણમાં વિશ્વાસ મૂકીને વડાપ્રધાન મોદીએ સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે, તેની જીત છે. કોંગ્રેસના જૂઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો છે.
CR પાટીલે જલેબી બનાવી કરી ઉજવણી
ત્યારે આ દરમિયાન ભાજપ હેડ ક્વાર્ટર ખાતે તમામ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ જલેબી બનાવી હતી અને તમામ લોકોએ એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી હતી તો સુરતમાં પણ હરિયાણામાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપની જીત પર કાપડના વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કાપડ વેપારીઓએ ભાજપ જીત તરફ વળતા સેલિબ્રેશન કર્યું છે. કાપડના વેપારીઓએ પણ મીઠાઈ અને જલેબી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી છે.