Junagadh: ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરની કુલ્ફીમાંથી નીકળી ઈયળ

પ્રસાદમાંથી જીવાત, અનાજમાંથી જીવાત અને હવે આઈસ્ક્રીમમાંથી પણ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરમાંથી કુલ્ફીમાંથી જ મૃત ઈયળ નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.મોવિયા કંપનીની જામુન ફ્લેવરની કુલ્ફી ખરીદી જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોવિયા આઈસ્ક્રીમની દુકાનમાં ગત મોડી રાત્રે વેરાવળના વકીલ રામભાઈ બામણીયા પોતાના પરિવાર સાથે ગરબા પૂરા થતા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્યાં તેમણે જામુન ફ્લેવરની મોવિયા કંપનીની કુલ્ફી ખરીદી હતી. કુલ્ફી ખાતા તેમાંથી ઈયળ નીકળી કુલ્ફી ખાતા તેમાંથી મૃત ઈયળ નીકળી હતી. જેને લઈને વકીલ રામભાઈ બાંભણિયાએ સ્ટોરના માલિક તેમજ સ્ટોર કીપરને આ ફરિયાદ કરી હતી. જેથી સ્ટોર કીપર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેમની જ મોવિયા કંપનીની કુલ્ફીમાંથી મૃત ઈયર નીકળતા તેમને ગ્રાહક પાસે માફી માગી હતી. એટલું જ નહીં ગ્રાહકે આ બાબતની જાણ મોવિયા કસ્ટમર કેરમાં કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરી કસ્ટમર કેર દ્વારા પણ ગ્રાહક રામભાઈ બાંભણિયાની માફી માગી સ્વીકાર કર્યો હતો કે તેમની કંપનીની ગુલ્ફીમાંથી જીવાત નીકળી હતી. આ બાબતને લઈને રામભાઈ બામણીયાએ પોલીસને વિશ્વાસમાં લઈ આવ્યા હતા અને આ બાબતમાં તેમણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી છે. અમદાવાદમાં કેશવબાગ પાસે આવેલી છે ITC નર્મદા હોટલ અગાઉ જામનગરના વેકરિયા પરિવારને અમદાવાદની ITC નર્મદા હોટલમાં કડવો અનુભવ થયો હતો. અમદાવાદ શહેરની ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી. જેને લઈને AMCને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગની ટીમ મોકલીને તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે યોગ્ય તપાસ કર્યા બાદ હોટલને રૂપિયા 50,000નો તગડો દંડ ફટકાર્યો હતો. અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં ITC નર્મદા હોટલ આવેલી છે.

Junagadh: ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરની કુલ્ફીમાંથી નીકળી ઈયળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રસાદમાંથી જીવાત, અનાજમાંથી જીવાત અને હવે આઈસ્ક્રીમમાંથી પણ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરમાંથી કુલ્ફીમાંથી જ મૃત ઈયળ નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.

મોવિયા કંપનીની જામુન ફ્લેવરની કુલ્ફી ખરીદી

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોવિયા આઈસ્ક્રીમની દુકાનમાં ગત મોડી રાત્રે વેરાવળના વકીલ રામભાઈ બામણીયા પોતાના પરિવાર સાથે ગરબા પૂરા થતા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્યાં તેમણે જામુન ફ્લેવરની મોવિયા કંપનીની કુલ્ફી ખરીદી હતી.

કુલ્ફી ખાતા તેમાંથી ઈયળ નીકળી

કુલ્ફી ખાતા તેમાંથી મૃત ઈયળ નીકળી હતી. જેને લઈને વકીલ રામભાઈ બાંભણિયાએ સ્ટોરના માલિક તેમજ સ્ટોર કીપરને આ ફરિયાદ કરી હતી. જેથી સ્ટોર કીપર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેમની જ મોવિયા કંપનીની કુલ્ફીમાંથી મૃત ઈયર નીકળતા તેમને ગ્રાહક પાસે માફી માગી હતી. એટલું જ નહીં ગ્રાહકે આ બાબતની જાણ મોવિયા કસ્ટમર કેરમાં કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરી

કસ્ટમર કેર દ્વારા પણ ગ્રાહક રામભાઈ બાંભણિયાની માફી માગી સ્વીકાર કર્યો હતો કે તેમની કંપનીની ગુલ્ફીમાંથી જીવાત નીકળી હતી. આ બાબતને લઈને રામભાઈ બામણીયાએ પોલીસને વિશ્વાસમાં લઈ આવ્યા હતા અને આ બાબતમાં તેમણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી છે.

અમદાવાદમાં કેશવબાગ પાસે આવેલી છે ITC નર્મદા હોટલ

અગાઉ જામનગરના વેકરિયા પરિવારને અમદાવાદની ITC નર્મદા હોટલમાં કડવો અનુભવ થયો હતો. અમદાવાદ શહેરની ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી. જેને લઈને AMCને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગની ટીમ મોકલીને તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે યોગ્ય તપાસ કર્યા બાદ હોટલને રૂપિયા 50,000નો તગડો દંડ ફટકાર્યો હતો. અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં ITC નર્મદા હોટલ આવેલી છે.