Vadodara: દિવાળી-નવા વર્ષના ટાણે સાયબર ક્રાઈમ ચરમસીમાએ, સાવચેતી સાથે જાગૃતતા જરૂરી
એક જૂની કહેવત છે કે સસ્તું ભાણું અને સિદ્ધપુર ની જાત્રા...પરંતુ આવું હાલ ના સમય માં આવું વિચારવુ એટલે સાયબર ગઠિયાઓ ના નિશાને આવવું અને પૈસા ગુમાવવા છે. જો તમે એવું વિચારો કે આ દિવાળી કે વેકેશન માં ક્યાંક ફરવા જવું છે અને ઓનલાઈન હોટેલ બુકીંગ માટે સર્ચ કરો અને વિશ્વસનીય વેબસાઈટ કે હોટેલો ની સીધી વેબસાઈટ ને બદલે અન્ય કોઈ વેબસાઈટ એ જ હોટેલ તમને 20 ટકા ડિસ્કાઉન્ટ, 50 ટકા ડિસ્કાઉન્ટ ની લાલચ આપે તો તમારે 10 વાર વિચારવું અને સાવચેત રહેવું.વડોદરાના જાણીતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર નું...તેમનું કહેવું છે કે દિવાળી નો તહેવાર આવે તે પહેલાં જ આ સાયબર ગઠિયાઓ વિવિધ નામો થી વેબસાઈટ બનાવે છે.આ બધી વેબસાઈટ સવારે નવી બને અને સાંજ સુધી માં લોકો ને છેતરી વેબસાઈટ ડીલીટ થઈ જાય.અને બીજા દિવસે સવારે બીજા નામ થી નવી વેબસાઈટ બને. અને સૌથી વધુ તેનો ભોગ પ્રવાસ પ્રિય ગુજરાતીઓ બને છે.મયુર ભુસાવળકરનું એમ પણ કહેવું છે કે આ નકલી વેબસાઈટ પર અસલી વેબસાઈટ કે અસલી હોટેલ જેવા જ આબેહૂબ ફોટા અને ડિઝાઇન હોય છે.તેઓ સીધા જ વોટસઅપ પર ચેટિંગ કરે છે.અને ક્યારેય હોટેલ કે ધર્મશાળા ના નામ પર આર્થિક વ્યવહાર કરતા નથી વ્યક્તિ ના નામે ક્યુ આર કોડ મોકલી આર્થિક વ્યવહાર કરે છે.અને તમે બુકીંગ ના દિવસે હોટેલ પર જાઓ તો ત્યાં તમારું બુકીંગ હોતું નથી અને તમને તેની જાણ થાય ત્યાં સુધી એ વેબસાઈટ અને મોબાઈલ નમ્બર બંધ થઈ ગયો હોય.એટલે કે જો તમને કોઈ લોભામણી લાલચ આપે,વ્યક્તિ ના નામે આર્થિક વ્યવહાર નું કહે તો સાવચેત રહેવું અને છેતરાઈ જાઓ તો તુરંત જ સાયબર ક્રાઇમ ના 1930 પર કોલ કરવો જોઈએ તો કદાચ રિફંડ મળી શકે. ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયાઓ સૌથી વધુ દિવ,દમણ,અંબાજી,શ્રીનાથજી,સાપુતારા જેવા ફરવાના અને ધાર્મિક સ્થળ પર જતાં લોકો ને વધુ ટાર્ગેટ કરે છે.અને દર વર્ષે 200 કરોડ થી વધુ નું કૌભાંડ આચરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક જૂની કહેવત છે કે સસ્તું ભાણું અને સિદ્ધપુર ની જાત્રા...પરંતુ આવું હાલ ના સમય માં આવું વિચારવુ એટલે સાયબર ગઠિયાઓ ના નિશાને આવવું અને પૈસા ગુમાવવા છે. જો તમે એવું વિચારો કે આ દિવાળી કે વેકેશન માં ક્યાંક ફરવા જવું છે અને ઓનલાઈન હોટેલ બુકીંગ માટે સર્ચ કરો અને વિશ્વસનીય વેબસાઈટ કે હોટેલો ની સીધી વેબસાઈટ ને બદલે અન્ય કોઈ વેબસાઈટ એ જ હોટેલ તમને 20 ટકા ડિસ્કાઉન્ટ, 50 ટકા ડિસ્કાઉન્ટ ની લાલચ આપે તો તમારે 10 વાર વિચારવું અને સાવચેત રહેવું.
વડોદરાના જાણીતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર નું...તેમનું કહેવું છે કે દિવાળી નો તહેવાર આવે તે પહેલાં જ આ સાયબર ગઠિયાઓ વિવિધ નામો થી વેબસાઈટ બનાવે છે.આ બધી વેબસાઈટ સવારે નવી બને અને સાંજ સુધી માં લોકો ને છેતરી વેબસાઈટ ડીલીટ થઈ જાય.અને બીજા દિવસે સવારે બીજા નામ થી નવી વેબસાઈટ બને. અને સૌથી વધુ તેનો ભોગ પ્રવાસ પ્રિય ગુજરાતીઓ બને છે.
મયુર ભુસાવળકરનું એમ પણ કહેવું છે કે આ નકલી વેબસાઈટ પર અસલી વેબસાઈટ કે અસલી હોટેલ જેવા જ આબેહૂબ ફોટા અને ડિઝાઇન હોય છે.તેઓ સીધા જ વોટસઅપ પર ચેટિંગ કરે છે.અને ક્યારેય હોટેલ કે ધર્મશાળા ના નામ પર આર્થિક વ્યવહાર કરતા નથી વ્યક્તિ ના નામે ક્યુ આર કોડ મોકલી આર્થિક વ્યવહાર કરે છે.અને તમે બુકીંગ ના દિવસે હોટેલ પર જાઓ તો ત્યાં તમારું બુકીંગ હોતું નથી અને તમને તેની જાણ થાય ત્યાં સુધી એ વેબસાઈટ અને મોબાઈલ નમ્બર બંધ થઈ ગયો હોય.
એટલે કે જો તમને કોઈ લોભામણી લાલચ આપે,વ્યક્તિ ના નામે આર્થિક વ્યવહાર નું કહે તો સાવચેત રહેવું અને છેતરાઈ જાઓ તો તુરંત જ સાયબર ક્રાઇમ ના 1930 પર કોલ કરવો જોઈએ તો કદાચ રિફંડ મળી શકે. ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયાઓ સૌથી વધુ દિવ,દમણ,અંબાજી,શ્રીનાથજી,સાપુતારા જેવા ફરવાના અને ધાર્મિક સ્થળ પર જતાં લોકો ને વધુ ટાર્ગેટ કરે છે.અને દર વર્ષે 200 કરોડ થી વધુ નું કૌભાંડ આચરે છે.