Surat: સુરતમાં દિવાળી વેકેશનમાં ટેકસ્ટાઇલ માર્કેટ સહિત રોડ-રસ્તા થયા સૂમસામ

સુરતમાં દિવાળી વેકેશન પડતાની સાથે વિવિધ વિસ્તારોની બજારો અને રોડ-રસ્તા સૂમસામ થયા છે.  સુરતમાં અંદાજિત 175 થી વધુ ટેકસ્ટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગને દિવાળી વેકેશનની અસર દેખાય રહી છે. દિવાળી વેકેશનમાં પરપ્રાંતિઓ વતને જતા રસ્તા સૂમસામ થયા છે. સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. શહેરના હીરા ઉદ્યોગમાં લાખો લોકો કામ કરે છે. એમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગઢડા, પાલીતાણા, રાજપીપળા, ગારિયાધાર, બોટાદ વગેરે જેવા સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને વસ્યા છે. તેમનાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે. વતનથી દૂર નોકરી-ધંધા માટે સુરતમાં આવીને વસ્યા હોવાથી લોકો શાળામાં વેકેશન પડે એટલે વતન ઊપડી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે.હીરા અને કાપડ માર્કેટમાં મંદી હોવાથી વહેલું વેકેશન પડી ગયું છે અને ક્યારે ખુલશે તેની અમુક કંપનીઓમાં તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી વરાછા રોડ, કતારગામ, અશ્વિનીકુમાર રોડ, વેડ રોડ, કાપોદ્રા વગેરે વિસ્તારોમાં કારખાનાઓ બંધ થઈ ગયા છે એટલે આ વિસ્તારો સુનકાર જેવા થઈ ગયા છે. મોટા પ્રમાણમાં લોકો વતનની વાટ પકડી છે. જેના લઈને દિવાળી અને નવા વર્ષ ટાણેસૌરાષ્ટ્રવાસીઓના વિસ્તાર તો સુમસાન જ થઈ ગયા છે. 

Surat: સુરતમાં દિવાળી વેકેશનમાં ટેકસ્ટાઇલ માર્કેટ સહિત રોડ-રસ્તા થયા સૂમસામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં દિવાળી વેકેશન પડતાની સાથે વિવિધ વિસ્તારોની બજારો અને રોડ-રસ્તા સૂમસામ થયા છે.  સુરતમાં અંદાજિત 175 થી વધુ ટેકસ્ટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગને દિવાળી વેકેશનની અસર દેખાય રહી છે. દિવાળી વેકેશનમાં પરપ્રાંતિઓ વતને જતા રસ્તા સૂમસામ થયા છે. 

સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. શહેરના હીરા ઉદ્યોગમાં લાખો લોકો કામ કરે છે. એમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગઢડા, પાલીતાણા, રાજપીપળા, ગારિયાધાર, બોટાદ વગેરે જેવા સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને વસ્યા છે. તેમનાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે. વતનથી દૂર નોકરી-ધંધા માટે સુરતમાં આવીને વસ્યા હોવાથી લોકો શાળામાં વેકેશન પડે એટલે વતન ઊપડી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે.

હીરા અને કાપડ માર્કેટમાં મંદી હોવાથી વહેલું વેકેશન પડી ગયું છે અને ક્યારે ખુલશે તેની અમુક કંપનીઓમાં તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી વરાછા રોડ, કતારગામ, અશ્વિનીકુમાર રોડ, વેડ રોડ, કાપોદ્રા વગેરે વિસ્તારોમાં કારખાનાઓ બંધ થઈ ગયા છે એટલે આ વિસ્તારો સુનકાર જેવા થઈ ગયા છે. મોટા પ્રમાણમાં લોકો વતનની વાટ પકડી છે. જેના લઈને દિવાળી અને નવા વર્ષ ટાણેસૌરાષ્ટ્રવાસીઓના વિસ્તાર તો સુમસાન જ થઈ ગયા છે.