Dang જિલ્લા પોલીસનો નવતર અભિગમ, સંગીતની સુરાવલી સાથે પ્રવાસીઓને આપ્યો જાગૃતિનો સંદેશ
દિવાળી વેકેશનમાં સાપુતારા સહિત ડાંગ જિલ્લાના વિવિધ સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામી છે ત્યારે પ્રવાસી મિત્ર પોલીસ પણ જરૂર જણાતા પ્રવાસીઓની પડખે છે. ડાંગ જિલ્લા સાપુતારા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.એસ.આર. પટેલ સાપુતારા પોલીસ શી-ટીમ અને પ્રવાસી મિત્રની ટીમે સાપુતારા ટેબલ પોઈન્ટ પર ડાંગ જિલ્લા પોલીસ બેન્ડ સંગીત સુરાવલી સાથે પ્રવાસીઓની જાગૃતિ માટે માર્ગ સુરક્ષા માટે પેમ્પલેટઆપ્યા હતા અને માહિતી પુરી પાડવામાં આવી હતી. પ્રવાસીઓને આપી જાગૃતિનો સંદેશ ગુજરાત પોલીસ આમ પણ કામ કરવાને લઈ અગ્રેસર છે કોઈ પણ તહેવાર હોય પણ પોલીસ તેની ફરજ ભુલતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ ડાંગમાં જોવા મળ્યું છે.તહેવારોના સમયે ડાંગમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે,ત્યારે ચોરી અને અન્ય ઘટનાઓ ના બને કે કોઈ પ્રવાસીઓને તકલીફ ના પડે તેને લઈ પોલીસ પણ સતર્ક મોડમાં છે પોલીસ દ્રારા આરોપીઓ કંઈ રીતે ચોરીને અને લૂંટને અંજામ આપતા હોય છે અને પ્રવાસીઓને બેધ્યાન કરીને કઈ રીતે ચોરી કરતા હોય છે તેને લઈ પોલીસે પેમ્પલેટ છપાવ્યા છે અને લોકોને જાગૃત કર્યા હતા. સાપુતારા ટેબલ પોઈન્ટ પર જાગૃતિ સુરક્ષા માટે પેમ્પલેટ આપ્યા સાપુતારાનો પ્રખ્યાત પોઈન્ટ એટલે ટેબલ પોઈન્ટ કે જયાં આગળ પ્રવાસીઓ અચૂક જતા હોય છે અને પ્રવાસીઓ સાથે કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ સતર્ક બની છે,સાથે સાથે પોલીસે લોકોને સમજાવ્યા હતા કે ચોરીની ઘટના કઈ રીતે બનતી હોય છે અને પર્સમાંથી અથવા તમારી સાથે રહેલા મોબાઈલની ચોરી કઈ રીતે થતી હોય છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસનું સઘન પેટ્રોલિંગ ડાંગ જિલ્લાના પોલીસ ટીમ દ્વારા આવનાર દિવાળીના તહેવારને લઈ ડાંગ જિલ્લા પોલીસવડા યશપાલ જગાણીયાના સૂચનો મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ડાંગ જિલ્લાના લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે કોઈના પૈસા ચોરાઈના જાય અથવા નાના મોટા મારામારીના ઝગડાઓ ના થાય તેની પૂર્વ સુરક્ષા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ ભીડ ભાડવાળી જગ્યાઓ પર એક PSI, ત્રણ પોલીસ અને 5 GRDના માણસોની ટીમ બનાવી પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી વેકેશનમાં સાપુતારા સહિત ડાંગ જિલ્લાના વિવિધ સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામી છે ત્યારે પ્રવાસી મિત્ર પોલીસ પણ જરૂર જણાતા પ્રવાસીઓની પડખે છે. ડાંગ જિલ્લા સાપુતારા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.એસ.આર. પટેલ સાપુતારા પોલીસ શી-ટીમ અને પ્રવાસી મિત્રની ટીમે સાપુતારા ટેબલ પોઈન્ટ પર ડાંગ જિલ્લા પોલીસ બેન્ડ સંગીત સુરાવલી સાથે પ્રવાસીઓની જાગૃતિ માટે માર્ગ સુરક્ષા માટે પેમ્પલેટઆપ્યા હતા અને માહિતી પુરી પાડવામાં આવી હતી.
પ્રવાસીઓને આપી જાગૃતિનો સંદેશ
ગુજરાત પોલીસ આમ પણ કામ કરવાને લઈ અગ્રેસર છે કોઈ પણ તહેવાર હોય પણ પોલીસ તેની ફરજ ભુલતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ ડાંગમાં જોવા મળ્યું છે.તહેવારોના સમયે ડાંગમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે,ત્યારે ચોરી અને અન્ય ઘટનાઓ ના બને કે કોઈ પ્રવાસીઓને તકલીફ ના પડે તેને લઈ પોલીસ પણ સતર્ક મોડમાં છે પોલીસ દ્રારા આરોપીઓ કંઈ રીતે ચોરીને અને લૂંટને અંજામ આપતા હોય છે અને પ્રવાસીઓને બેધ્યાન કરીને કઈ રીતે ચોરી કરતા હોય છે તેને લઈ પોલીસે પેમ્પલેટ છપાવ્યા છે અને લોકોને જાગૃત કર્યા હતા.
સાપુતારા ટેબલ પોઈન્ટ પર જાગૃતિ સુરક્ષા માટે પેમ્પલેટ આપ્યા
સાપુતારાનો પ્રખ્યાત પોઈન્ટ એટલે ટેબલ પોઈન્ટ કે જયાં આગળ પ્રવાસીઓ અચૂક જતા હોય છે અને પ્રવાસીઓ સાથે કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ સતર્ક બની છે,સાથે સાથે પોલીસે લોકોને સમજાવ્યા હતા કે ચોરીની ઘટના કઈ રીતે બનતી હોય છે અને પર્સમાંથી અથવા તમારી સાથે રહેલા મોબાઈલની ચોરી કઈ રીતે થતી હોય છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસનું સઘન પેટ્રોલિંગ
ડાંગ જિલ્લાના પોલીસ ટીમ દ્વારા આવનાર દિવાળીના તહેવારને લઈ ડાંગ જિલ્લા પોલીસવડા યશપાલ જગાણીયાના સૂચનો મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ડાંગ જિલ્લાના લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે કોઈના પૈસા ચોરાઈના જાય અથવા નાના મોટા મારામારીના ઝગડાઓ ના થાય તેની પૂર્વ સુરક્ષા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ ભીડ ભાડવાળી જગ્યાઓ પર એક PSI, ત્રણ પોલીસ અને 5 GRDના માણસોની ટીમ બનાવી પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું હતુ.