Mehsana: માનસિક દિવ્યાંગ ખેલાડી ઝળક્યો

દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફ્કિ રિજિયોનલ ગેમ્સમાં મહેસાણા ખાતે રહેતો અને ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલનો વિદ્યાર્થી ઝળકયો હતો.આ વિધ્યાર્થીએ બોલ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આ ગેમમાં અલગ અલગ 12 જેટલા દેશના માનસિક દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓને પરાસ્ત કરી મહેસાણાના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી શાળા તેમજ મહેસાણા જિલ્લાનું નામ રોશન કરવા સાથે દેશનું નામ પણ વિશ્વ ફ્લક પર ઝળહળતું કર્યું હતું.દિલ્હી ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટેની ઇન્ટરનેશનલ લેવલની સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફ્કિ રિજિયોનલ ગેમ્સ 19 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. જેમાં બોલિંગ ગેમ સહિતની રમત યોજાઇ હતી.આ ગેમ્સમાં એશિયા ખંડના ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, માકાઉ, મલેશિયા, ઉજબેકિસ્તાન, થાઈલેન્ડ,મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર તથા ભારત મળી 12 દેશના 135 માનસિક દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ગેમમાં ભારત તરફ્થી મહેસાણાના ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલના વિદ્યાર્થી પ્રકાશ મંગાજી વાઘેલાની પસંદગી થઈ હતી. સામાન્ય પરિવારમાંથી આવતા અને 50 ટકા માનસિક વિકલાંગતા ધરાવતા આ ખેલાડીએ તમામ ખેલાડીઓને પરાસ્ત કરીને બોલીંગ ગેમમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પ્રકાશ વાઘેલાના શ્રોષ્ઠ પ્રદર્શનથી દિશા સ્કૂલ,મહેસાણા જિલ્લો અને સમગ્ર દેશનું નામ રોશન થયું હતું. આ અગાઉ પણ પ્રકાશ વાઘેલા ટેબલ ટેનિસમાં સિલવર મેળવી ચૂક્યો છે મહેસાણાના આ માનસિક દિવ્યાંગ ખેલાડીએ અગાઉ જિલ્લા, રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશલ કક્ષાની રમતમાં ભાગ લઈ ચૂક્યો છે. જેમાં માનસિક દિવ્યાંગ ખેલાડીઓની ટેબલ ટેનિશની રમતમાં મહેસાણા ખાતે સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે, તો અન્ય રમતો જેવી કે 800 મીટર દોડમાં પણ સારો દેખાવ કર્યો હતો. પ્રથમ વખત આ રમત શરૂ કરાઈ તેમાં ગોલ્ડ મેડલ મળતા આનંદ અનુભવીએ છીએ આ અંગે મહેસાણા ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દિશા સ્કૂલના ડાયરેક્ટર વિષ્ણુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ પ્રથમ વાર આ ગેમનો પ્રારંભ થયો છે.જેમાં અમારી શાળાના માનસિક દિવ્યાંગ વિદ્યાર્થી પ્રકાશ વાઘેલાએ ગોલ્ડ મેડલ મેળવતા ગૌરવ અનુભવીએ છીએ.તો આ પ્રકારની પ્રવૃતિઓ થકી માનસિક દિવ્યાંગ બાળકો સામાન્ય લોકોની જેમ સમાજમાં રહી શકે તે અમારો ઉદ્દેશ્ય છે.આ અગાઉ અમારી શાળાના પાંચ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશલ ક્ષેત્રે સિદ્ધિ પામી ચૂક્યા છે.

Mehsana: માનસિક દિવ્યાંગ ખેલાડી ઝળક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફ્કિ રિજિયોનલ ગેમ્સમાં મહેસાણા ખાતે રહેતો અને ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલનો વિદ્યાર્થી ઝળકયો હતો.

આ વિધ્યાર્થીએ બોલ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આ ગેમમાં અલગ અલગ 12 જેટલા દેશના માનસિક દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓને પરાસ્ત કરી મહેસાણાના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી શાળા તેમજ મહેસાણા જિલ્લાનું નામ રોશન કરવા સાથે દેશનું નામ પણ વિશ્વ ફ્લક પર ઝળહળતું કર્યું હતું.દિલ્હી ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટેની ઇન્ટરનેશનલ લેવલની સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફ્કિ રિજિયોનલ ગેમ્સ 19 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. જેમાં બોલિંગ ગેમ સહિતની રમત યોજાઇ હતી.

આ ગેમ્સમાં એશિયા ખંડના ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, માકાઉ, મલેશિયા, ઉજબેકિસ્તાન, થાઈલેન્ડ,મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર તથા ભારત મળી 12 દેશના 135 માનસિક દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ ગેમમાં ભારત તરફ્થી મહેસાણાના ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલના વિદ્યાર્થી પ્રકાશ મંગાજી વાઘેલાની પસંદગી થઈ હતી. સામાન્ય પરિવારમાંથી આવતા અને 50 ટકા માનસિક વિકલાંગતા ધરાવતા આ ખેલાડીએ તમામ ખેલાડીઓને પરાસ્ત કરીને બોલીંગ ગેમમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પ્રકાશ વાઘેલાના શ્રોષ્ઠ પ્રદર્શનથી દિશા સ્કૂલ,મહેસાણા જિલ્લો અને સમગ્ર દેશનું નામ રોશન થયું હતું.

આ અગાઉ પણ પ્રકાશ વાઘેલા ટેબલ ટેનિસમાં સિલવર મેળવી ચૂક્યો છે

મહેસાણાના આ માનસિક દિવ્યાંગ ખેલાડીએ અગાઉ જિલ્લા, રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશલ કક્ષાની રમતમાં ભાગ લઈ ચૂક્યો છે. જેમાં માનસિક દિવ્યાંગ ખેલાડીઓની ટેબલ ટેનિશની રમતમાં મહેસાણા ખાતે સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે, તો અન્ય રમતો જેવી કે 800 મીટર દોડમાં પણ સારો દેખાવ કર્યો હતો.

પ્રથમ વખત આ રમત શરૂ કરાઈ તેમાં ગોલ્ડ મેડલ મળતા આનંદ અનુભવીએ છીએ

આ અંગે મહેસાણા ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દિશા સ્કૂલના ડાયરેક્ટર વિષ્ણુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ પ્રથમ વાર આ ગેમનો પ્રારંભ થયો છે.જેમાં અમારી શાળાના માનસિક દિવ્યાંગ વિદ્યાર્થી પ્રકાશ વાઘેલાએ ગોલ્ડ મેડલ મેળવતા ગૌરવ અનુભવીએ છીએ.તો આ પ્રકારની પ્રવૃતિઓ થકી માનસિક દિવ્યાંગ બાળકો સામાન્ય લોકોની જેમ સમાજમાં રહી શકે તે અમારો ઉદ્દેશ્ય છે.આ અગાઉ અમારી શાળાના પાંચ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશલ ક્ષેત્રે સિદ્ધિ પામી ચૂક્યા છે.