Dwarkaમાં માનવ પ્રતિબંધિત ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા 8 લોકો ઝડપાયા

Jan 23, 2025 - 10:00
Dwarkaમાં માનવ પ્રતિબંધિત ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા 8 લોકો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકાના ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે,આરોપીઓ ખારા-મીઠા સૂચણા ટાપુથી ઘૂસણખોરી કરતા હતા અને આરોપીઓ પાસેથી ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ પણ ઝડપી પાડવામાં આવી છે,7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર છે પ્રતિબંધ તેમ છત્તા આરોપીઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોવાની વાત સામે આવી છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને પણ સરકારે અટકાવી હતી.

ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો કરાયા છે દૂર

ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન ખારા-મીઠા સૂચણા ટાપુ પરથી આઠ ઈસમોને ગેર કાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે,ફિશિંગ બોટ ગોપ ગોરીશા રજી નં-IND -JG-37-MM-885ની ટાપુ પાસે દરિયાના પાણીમાં ફિશિંગ ઝાળ નાખી ટાપુમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો.ગઇકાલે આ સાત ટાપુઓ પરથી ગેર કાયદેસર બાંધકામો દૂર કરાયાં છે.રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ સાત જેટલા નિર્જન ટાપુઓ પર જવાનું બંધ કરવામાં આવ્યું છે.

મરીન પોલીસે નોંધ્યો ગુનો

ઓખા મરીન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ સમગ્ર બાબત પ્રકાશમાં આવતા મરીન પોલીસે ઉપરોક્ત તમામ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.આ પ્રકરણમાં ટાપુ પર રોકાણ કરવા અંગેના હેતુ બાબતની તપાસ હાથધરી છે.આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરુ તેમજ સ્ટાફના કનુભાઈ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી

આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું

દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ રહી ખડેપગે.

બાલાપર અને હનુમાન દાંડી રોડ પર ડિમોલિશન

પાર વિસ્તાર અને ઓખા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે જેમા દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા છે,હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે.પાંચ દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332. ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે,ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત (ચોપન કરોડ પીસ્તાલીસ લાખ રૂપિયા) થાય છે.હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0