Junagadh: મેંદરડા જામકા નજીક રીક્ષા નદીમાં ખાબકતા 2ના મોત
જુનાગઢના મેંદરડા જામકા નજીક રીક્ષા નદીમાં ખાબકી હતી. રીક્ષા નદીમાં ખાબકતા બે વ્યક્તિના મોત થયા છે. ગત મોડી રાત્રે પાણખાણ નદીમાં રીક્ષા ખાબકી હતી. મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢમાં રિક્ષા તણાતા બે લોકોના મોત થયા હતા જુનાગઢમા માણાવદરના ચૂડવા ગામે રિક્ષા પૂરના પાણીમાં તણાતા બેના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગુમ થઇ હતી. ચૂડવા ગામે ભારે વરસાદના કારણે રિક્ષા પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર 12 લોકો ડૂબ્યા હતા પરંતુ સ્થાનિકોની મદદથી 9 લોકોનો બચાવ થયો હતો. જો કે ત્રણ લોકો લાપતા થયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. મામલતદાર, પોલીસ, ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢના મેંદરડા જામકા નજીક રીક્ષા નદીમાં ખાબકી હતી. રીક્ષા નદીમાં ખાબકતા બે વ્યક્તિના મોત થયા છે. ગત મોડી રાત્રે પાણખાણ નદીમાં રીક્ષા ખાબકી હતી. મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢમાં રિક્ષા તણાતા બે લોકોના મોત થયા હતા
જુનાગઢમા માણાવદરના ચૂડવા ગામે રિક્ષા પૂરના પાણીમાં તણાતા બેના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગુમ થઇ હતી. ચૂડવા ગામે ભારે વરસાદના કારણે રિક્ષા પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર 12 લોકો ડૂબ્યા હતા પરંતુ સ્થાનિકોની મદદથી 9 લોકોનો બચાવ થયો હતો. જો કે ત્રણ લોકો લાપતા થયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. મામલતદાર, પોલીસ, ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.