Saputara Rain: નયનરમ્ય નજારો જોવા ઉમટ્યા સહેલાણીઓ, ભેખડ ધસી પડતા થયો ચક્કાજામ
ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહેતા થયા અનરધાર વરસાદને પગલે ભેખડ ધસતા ટ્રાફિક જામ સર્જાયો ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગના સાપુતારામાં અનરધાર વરસાદ જોવા મળ્યો હતો. ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. સાથે જ પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલમાં સાપુતારામાં પાણીના ઝરણાના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલમાં સાપુતારાના અનોખા દ્રશ્યો ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે સાપુતારામાં પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહી રહ્યા છે. સાપુતારામાં અનરાધાર વરસાદ વચ્ચે પાણીના ઝરણાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં લોકો આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે સાપુતારાની મુલાકાતે આવી રહ્યા છે. માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી ત્યારે એક તરફ જ્યાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ સાપુતારામાં અનરધાર વરસાદને પગલે માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં ભેખડ ધસતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈને વાહનોની લાગી લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકમાં ફસાતા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની સ્થિતિ કફોડી સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેમાં વહીવટી તંત્ર માર્ગ ખુલ્લો કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકમાં ફસાયેલા પ્રવાસીઓ અને વાહનચાલકોની સ્થિતિ કફોડી જોવા મળી છે. ભેખડ ધસી પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદી પાણીમાં કાર ફસાઇ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને પગલે નાળાઓમાં પાણી વહેતા થયા છે. સાથે જ વ્યારામાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં વરસાદી પાણીમાં કાર ફસાઇ હતી. ત્યારે આ વરસાદી પાણીમાં ફસાયેલી કારને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું
- પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહેતા થયા
- અનરધાર વરસાદને પગલે ભેખડ ધસતા ટ્રાફિક જામ સર્જાયો
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગના સાપુતારામાં અનરધાર વરસાદ જોવા મળ્યો હતો. ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. સાથે જ પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલમાં સાપુતારામાં પાણીના ઝરણાના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વરસાદી માહોલમાં સાપુતારાના અનોખા દ્રશ્યો
ડાંગના સાપુતારામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે સાપુતારામાં પહાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ઝરણા વહી રહ્યા છે. સાપુતારામાં અનરાધાર વરસાદ વચ્ચે પાણીના ઝરણાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં લોકો આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે સાપુતારાની મુલાકાતે આવી રહ્યા છે.
માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી
ત્યારે એક તરફ જ્યાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ સાપુતારામાં અનરધાર વરસાદને પગલે માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં ભેખડ ધસતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈને વાહનોની લાગી લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકમાં ફસાતા વાહનચાલકોની હાલત કફોડી બની હતી.
ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની સ્થિતિ કફોડી
સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેમાં વહીવટી તંત્ર માર્ગ ખુલ્લો કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકમાં ફસાયેલા પ્રવાસીઓ અને વાહનચાલકોની સ્થિતિ કફોડી જોવા મળી છે. ભેખડ ધસી પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
વરસાદી પાણીમાં કાર ફસાઇ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને પગલે નાળાઓમાં પાણી વહેતા થયા છે. સાથે જ વ્યારામાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં વરસાદી પાણીમાં કાર ફસાઇ હતી. ત્યારે આ વરસાદી પાણીમાં ફસાયેલી કારને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી.