Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીએ 167 કર્મીઓને 15 કરોડ જેટલું એરિયર્સ ચૂકવવું પડશે

ગુજરાત યુનિવર્સિટીનાં વર્ગ-3 અને 4ના 167 કર્મચારીઓના ભરતીના વિવાદમાં હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે પેન્શન સહિતના તમામ લાભો ચુકવવા અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. આ નિર્ણયના પગલે હવે ગુજરાત યુનિવર્સિટીએ રૂ.15 કરોડ જેટલો એરિયર્સ ચુકવવુ પડશે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.એટલુ જ નહી, અવસાન પામ્યા છે તેમના વારસદારોને પેન્શન, પાંચમા પગારપંચ પ્રમાણે ગ્રેજ્યુઇટીની ગણતરી કરવાં આવે તો પણ દરેક કર્મચારીને 10થી 50 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવી પડે તેમ છે. હાલ તો યુનિવર્સિટી સત્તાધીશો કેટલી રકમ ચુકવવી પડશે તેની ગણતરી શરૂ કરી છે.વર્ષ-1981-82માં ગુજરાત યુનિ.એ જે 167 કર્મચારીઓની ભરતી કરી હતી એમાં મંજુરીના મામલે સરકારે આ કર્મચારીઓને કાયમી અને સરકારી ગણવાનો ઈન્કાર કરી દીધો હતો. યુનિવર્સિટીએ જે તે સમયે મહેકમને ધ્યાનમાં રાખીને ભરતી કરી હોવાની રજૂઆત કરવા છતાં સરકારે આ કર્મચારીઓને કાયમી ગણીને તેની પગાર ગ્રાન્ટ સહિતના લાભ આપવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહી, યુનિવર્સિટીએ આ કર્મચારીઓને લાભ આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગ્રાન્ટ કાપ કરવા માટે સરકારે આદેશ કરી દેતાં કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલાયો નહોતો. એ પછી મામલો કોર્ટમાં પહોચ્યો હતો અને કોર્ટ દ્વારા કર્મચારીઓને તમામ લાભ ચુકવવાનો આદેશ કર્યો હતો.

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીએ 167 કર્મીઓને 15 કરોડ જેટલું એરિયર્સ ચૂકવવું પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત યુનિવર્સિટીનાં વર્ગ-3 અને 4ના 167 કર્મચારીઓના ભરતીના વિવાદમાં હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે પેન્શન સહિતના તમામ લાભો ચુકવવા અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. આ નિર્ણયના પગલે હવે ગુજરાત યુનિવર્સિટીએ રૂ.15 કરોડ જેટલો એરિયર્સ ચુકવવુ પડશે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

એટલુ જ નહી, અવસાન પામ્યા છે તેમના વારસદારોને પેન્શન, પાંચમા પગારપંચ પ્રમાણે ગ્રેજ્યુઇટીની ગણતરી કરવાં આવે તો પણ દરેક કર્મચારીને 10થી 50 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવી પડે તેમ છે. હાલ તો યુનિવર્સિટી સત્તાધીશો કેટલી રકમ ચુકવવી પડશે તેની ગણતરી શરૂ કરી છે.વર્ષ-1981-82માં ગુજરાત યુનિ.એ જે 167 કર્મચારીઓની ભરતી કરી હતી એમાં મંજુરીના મામલે સરકારે આ કર્મચારીઓને કાયમી અને સરકારી ગણવાનો ઈન્કાર કરી દીધો હતો. યુનિવર્સિટીએ જે તે સમયે મહેકમને ધ્યાનમાં રાખીને ભરતી કરી હોવાની રજૂઆત કરવા છતાં સરકારે આ કર્મચારીઓને કાયમી ગણીને તેની પગાર ગ્રાન્ટ સહિતના લાભ આપવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહી, યુનિવર્સિટીએ આ કર્મચારીઓને લાભ આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગ્રાન્ટ કાપ કરવા માટે સરકારે આદેશ કરી દેતાં કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલાયો નહોતો. એ પછી મામલો કોર્ટમાં પહોચ્યો હતો અને કોર્ટ દ્વારા કર્મચારીઓને તમામ લાભ ચુકવવાનો આદેશ કર્યો હતો.