Botad જિલ્લામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના પૂર્ણ થયે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન બોટાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત રાજ્યની સાથે બોટાદ જિલ્લો પણ કદમતાલ મિલાવી રહ્યો છે, ત્યારે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો. લોકનૃત્યની રજૂઆત કરાઈ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા સેવા સદનના રમણીય પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિનેશ દિહોરા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જયપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સંસ્કાર ભારતી વિદ્યાલય-બરવાળા દ્વારા રાજસ્થાની લોકનૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ રહ્યાં હાજર બોટાદ નગરપાલિકા શાળા નં. 24ની વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ સરસ્વતી વિદ્યા મંદિર-બરવાળા દ્વારા આગવી રીતે મિશ્રરાસની રજૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના પૂર્ણ થયે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન બોટાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત રાજ્યની સાથે બોટાદ જિલ્લો પણ કદમતાલ મિલાવી રહ્યો છે, ત્યારે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
લોકનૃત્યની રજૂઆત કરાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા સેવા સદનના રમણીય પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિનેશ દિહોરા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જયપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સંસ્કાર ભારતી વિદ્યાલય-બરવાળા દ્વારા રાજસ્થાની લોકનૃત્યની રજૂઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ રહ્યાં હાજર
બોટાદ નગરપાલિકા શાળા નં. 24ની વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ સરસ્વતી વિદ્યા મંદિર-બરવાળા દ્વારા આગવી રીતે મિશ્રરાસની રજૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.