ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ, સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત
ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ નિમણૂક કરવામાં આવી છે. રાજભવન વતી રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જારી પરિપત્રમાં જણાવ્યા મુજબ, ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે. આજે ચોથા નાણાપંચના અધ્યક્ષ ચાર્જ સંભાળશે.ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી છે. યમલ વ્યાસે જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી થાય અને રાજ્યનો વિકાસ થાયએ મહત્વનું છે.ગુજરાત ઝડપી વિકાસ કરી રહ્યું છે એને તેને વેગ મળે તેવા પ્રયાસ કરીશું. નાનામાં નાના ગામના નાગરિકોને સરકારનો લાભ મળે તે રીતે કામ કરીશું. ગ્રામપંચાયતથી લઇ કોર્પોરેશન સુધી તમામ જગ્યાએ નાણાં યોગ્ય ફાળવાય તેવા પ્રયાસ કરીશું. કૃષિ અને ખેડૂતોને સરકારના લાભ મળે તે માટે પણ મહત્વનો પ્રયાસ કરીશું.યમલ વ્યાસ ચોથા નાણાપંચના બન્યા અધ્યક્ષ બનતા આજે ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળશે. વાસ્તવમાં આ પદ છેલ્લા પાંચ વર્ષથીખાલી હતું. અગાઉ ભરત ગરીવાલા નાણાપંચના અધ્યક્ષ હતા. હવે આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે.ત્રીજા નાણાપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપીચાર્ટર્ડ એકાઉન્ટ યમલ વ્યાસ 2011થી 2015 દરમિયાન ગુજરાત રાજ્યના ત્રીજા નાણાપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલમાં સરકારના નોમિની તરીકે પણ તેમણે બે વખત સેવા આપી હતી. આ સિવાય તેઓ ગુજરાત રાજ્યની નાણાકીય સેવાઓ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ નિમણૂક કરવામાં આવી છે. રાજભવન વતી રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જારી પરિપત્રમાં જણાવ્યા મુજબ, ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે. આજે ચોથા નાણાપંચના અધ્યક્ષ ચાર્જ સંભાળશે.
ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી છે. યમલ વ્યાસે જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી થાય અને રાજ્યનો વિકાસ થાયએ મહત્વનું છે.ગુજરાત ઝડપી વિકાસ કરી રહ્યું છે એને તેને વેગ મળે તેવા પ્રયાસ કરીશું. નાનામાં નાના ગામના નાગરિકોને સરકારનો લાભ મળે તે રીતે કામ કરીશું. ગ્રામપંચાયતથી લઇ કોર્પોરેશન સુધી તમામ જગ્યાએ નાણાં યોગ્ય ફાળવાય તેવા પ્રયાસ કરીશું. કૃષિ અને ખેડૂતોને સરકારના લાભ મળે તે માટે પણ મહત્વનો પ્રયાસ કરીશું.
યમલ વ્યાસ ચોથા નાણાપંચના બન્યા અધ્યક્ષ બનતા આજે ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળશે. વાસ્તવમાં આ પદ છેલ્લા પાંચ વર્ષથીખાલી હતું. અગાઉ ભરત ગરીવાલા નાણાપંચના અધ્યક્ષ હતા. હવે આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે.
ત્રીજા નાણાપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપી
ચાર્ટર્ડ એકાઉન્ટ યમલ વ્યાસ 2011થી 2015 દરમિયાન ગુજરાત રાજ્યના ત્રીજા નાણાપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલમાં સરકારના નોમિની તરીકે પણ તેમણે બે વખત સેવા આપી હતી. આ સિવાય તેઓ ગુજરાત રાજ્યની નાણાકીય સેવાઓ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ હતા.