Surat Airport પર નવેમ્બર મહિનામાં 1.52 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો, વાંચો Story

સુરત એરપોર્ટ પર મુસાફરોનો સતત વધારો જોવા મળ્યો છે,નવેમ્બર મહિનામાં 1.52 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો સાથે સાથે સાડા પાંચ વર્ષમાં બીજો સૌથી મોટો આંકડો જોવા મળ્યો હતો.ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરોનો વધારો જોવા મળ્યો છે.ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ 16 થી 18 ફલાઇટ ઉડાન ભરે છે.છેલ્લે મેં 2019માં 1.54 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટ પરથી મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. યાત્રીઓ કરી રહ્યાં છે પ્રવાસ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૧,૪૭,૯૬૮ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટના ૧,૩૪,૦૬૧ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના ૧૩,૯૦૭ યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત ૩૯ ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું હોવાની માહિતી મળી છે. ત્યારે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકશે.ફ્લાઈટની સંખ્યા ઘટી રહી હોવા છતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો વધી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ૧,૩૫,૯૬૩ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. એરપોર્ટનું સંચાલન,વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી ઉલ્લેખનીય છે કે, દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને સંસાલન સોંપવામાં આવ્યું છે. જેમાં દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી PPP ધોરણે કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વધુ બે એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. ગુજરાતના બે એરપોર્ટનુ થશે ખાનગીકરણ દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.

Surat Airport પર નવેમ્બર મહિનામાં 1.52 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત એરપોર્ટ પર મુસાફરોનો સતત વધારો જોવા મળ્યો છે,નવેમ્બર મહિનામાં 1.52 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો સાથે સાથે સાડા પાંચ વર્ષમાં બીજો સૌથી મોટો આંકડો જોવા મળ્યો હતો.ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરોનો વધારો જોવા મળ્યો છે.ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ 16 થી 18 ફલાઇટ ઉડાન ભરે છે.છેલ્લે મેં 2019માં 1.54 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટ પરથી મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.

યાત્રીઓ કરી રહ્યાં છે પ્રવાસ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૧,૪૭,૯૬૮ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટના ૧,૩૪,૦૬૧ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના ૧૩,૯૦૭ યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત ૩૯ ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું હોવાની માહિતી મળી છે. ત્યારે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકશે.ફ્લાઈટની સંખ્યા ઘટી રહી હોવા છતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો વધી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ૧,૩૫,૯૬૩ યાત્રીએ પ્રવાસ કર્યો હતો.

એરપોર્ટનું સંચાલન,વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી

ઉલ્લેખનીય છે કે, દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને સંસાલન સોંપવામાં આવ્યું છે. જેમાં દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી PPP ધોરણે કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વધુ બે એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે.

ગુજરાતના બે એરપોર્ટનુ થશે ખાનગીકરણ

દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.