Bodeliમાં 65 લોકો સાથે 56 લાખથી વધુની છેતરપિંડી, ગઠિયાઓ રકમ સેરવી ગયા
બોડેલી ખાતે બજાજ ફાઈનાન્સ આવેલી છે. જેના સેલ્સ એકઝિક્યુટીવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ ફરજ બજાવતા હતા. પ્રજ્ઞેશ કુમાર પંચાલ જે લોકોને લોનની ઓફર થતી તેનું લિસ્ટ બનાવી લેતો અને તેના મિત્ર ખુમાનને જાણ કરતો ખુમાન જે લોકોને ઓફર જતી તેવા લોકોનો સંપર્ક કરતો અને જે લોકો લોન લેવાનો ઈનકાર કરતા તેવા લોકો પાસે ફરી પ્રજ્ઞેશ સાથે જઈ લોકો સાથે મળતા. પ્રજ્ઞેશ આવા લોકોને મળીને જણાવતો કે જે તમને ઓફર મળી છે, તે લોન તમે લઈ લો અને લોન લેશો તો તમારો સિબિલ સારો બનશે અને ભવિષ્યમાં તમને મોટી લોન પણ મળશે.લોનના હપ્તા ભરશે તેવુ લખાણ કરી આપતા આવું સમજાવવા છતાં ગરીબ લોકો લોન લેવાનો ઈનકાર કરતા તેવોને લોન લઈ તેમને આપવા જણાવતા અને તેના બદલામાં નાની રકમ આપવાની લાલચ આપતા તેવોની આ લાલચથી કેટલાક લોકો ભોળવાઈ જતા અને તેવો તેમના નામે લોન લઈ પ્રજ્ઞેશને આપી દેતા હતા. પ્રજ્ઞેશ લોકોને વિશ્વાસમાં લેવા માટે 300ના સ્ટેમ્પ પર તેવો હપ્તા ભરી દેશે તેવું લખાણ કરી આપતો હતો. બજાજ ફાઈનાન્સના એરિયા મેનેજરે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેલ્લા બે વર્ષથી છેતરપિંડીનો ખેલ ચાલતો હતો અને 65 લોકોને ભોગ બનાવ્યા છે. જોકે વડોદરા બજાજ ફાઈનાન્સના એરિયા મેનેજર જયંતિ લાલ પટેલને શંકા ગઈ અને તપાસ કરતા મામલો સામે આવ્યો છે. જયંતિ પટેલે આ બાબતે બોડેલી પોલીસે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની જાણ થતાં જ પ્રજ્ઞેશ પંચાલ અને ખુમાન રાઠવા ફરાર થઈ ગયા છે. લોન કેવી રીતે ભરશે તે સવાલ આ બાજુ જે લોકો બંને ગઠિયાના ભોગ બન્યા છે તે લોકોની હાલત કફોડી બની છે. 65 જેટલા ગરીબ લોકો આટલી મસમોટી રકમ કેવી રીતે ભરશે? તે તેમના માટે એક મોટો સવાલ બન્યો છે. પરંતુ જે લોન તેમની લીધેલ છે તે વ્યાજ સહિત ચૂકવવાની હોઈ ખુબ મોટી રકમ બનતા વિમાસણમાં મુકાયા છે. લોકોને સજાગ કરવા પોલીસ કેમ્પનું આયોજન કરે તેવી માગ ડિજિટલ યુગમાં કેટલાક ભેજાબાજ ગઠિયાઓ ગેર લાભ ઉઠાવતા હોય છે. જેમાં ગરીબ અભણ લોકો ભોગ બનતા હોય છે, જેને લઈ કેટલાક લોકો પોલીસ વિભાગ લોકોને સમજ આપવા માટે કેમ્પનું આયોજન કરે તે જરૂરી ગણાવી રહ્યા છે. હાલ તો બનાવને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ યોગ્ય તપાસ કરે તો હજુ વધુ ભોગ બનેલા લોકો સામે આવે તેવી શકયતા જોવાઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોડેલી ખાતે બજાજ ફાઈનાન્સ આવેલી છે. જેના સેલ્સ એકઝિક્યુટીવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ ફરજ બજાવતા હતા. પ્રજ્ઞેશ કુમાર પંચાલ જે લોકોને લોનની ઓફર થતી તેનું લિસ્ટ બનાવી લેતો અને તેના મિત્ર ખુમાનને જાણ કરતો ખુમાન જે લોકોને ઓફર જતી તેવા લોકોનો સંપર્ક કરતો અને જે લોકો લોન લેવાનો ઈનકાર કરતા તેવા લોકો પાસે ફરી પ્રજ્ઞેશ સાથે જઈ લોકો સાથે મળતા. પ્રજ્ઞેશ આવા લોકોને મળીને જણાવતો કે જે તમને ઓફર મળી છે, તે લોન તમે લઈ લો અને લોન લેશો તો તમારો સિબિલ સારો બનશે અને ભવિષ્યમાં તમને મોટી લોન પણ મળશે.
લોનના હપ્તા ભરશે તેવુ લખાણ કરી આપતા
આવું સમજાવવા છતાં ગરીબ લોકો લોન લેવાનો ઈનકાર કરતા તેવોને લોન લઈ તેમને આપવા જણાવતા અને તેના બદલામાં નાની રકમ આપવાની લાલચ આપતા તેવોની આ લાલચથી કેટલાક લોકો ભોળવાઈ જતા અને તેવો તેમના નામે લોન લઈ પ્રજ્ઞેશને આપી દેતા હતા. પ્રજ્ઞેશ લોકોને વિશ્વાસમાં લેવા માટે 300ના સ્ટેમ્પ પર તેવો હપ્તા ભરી દેશે તેવું લખાણ કરી આપતો હતો.
બજાજ ફાઈનાન્સના એરિયા મેનેજરે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
છેલ્લા બે વર્ષથી છેતરપિંડીનો ખેલ ચાલતો હતો અને 65 લોકોને ભોગ બનાવ્યા છે. જોકે વડોદરા બજાજ ફાઈનાન્સના એરિયા મેનેજર જયંતિ લાલ પટેલને શંકા ગઈ અને તપાસ કરતા મામલો સામે આવ્યો છે. જયંતિ પટેલે આ બાબતે બોડેલી પોલીસે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની જાણ થતાં જ પ્રજ્ઞેશ પંચાલ અને ખુમાન રાઠવા ફરાર થઈ ગયા છે.
લોન કેવી રીતે ભરશે તે સવાલ
આ બાજુ જે લોકો બંને ગઠિયાના ભોગ બન્યા છે તે લોકોની હાલત કફોડી બની છે. 65 જેટલા ગરીબ લોકો આટલી મસમોટી રકમ કેવી રીતે ભરશે? તે તેમના માટે એક મોટો સવાલ બન્યો છે. પરંતુ જે લોન તેમની લીધેલ છે તે વ્યાજ સહિત ચૂકવવાની હોઈ ખુબ મોટી રકમ બનતા વિમાસણમાં મુકાયા છે.
લોકોને સજાગ કરવા પોલીસ કેમ્પનું આયોજન કરે તેવી માગ
ડિજિટલ યુગમાં કેટલાક ભેજાબાજ ગઠિયાઓ ગેર લાભ ઉઠાવતા હોય છે. જેમાં ગરીબ અભણ લોકો ભોગ બનતા હોય છે, જેને લઈ કેટલાક લોકો પોલીસ વિભાગ લોકોને સમજ આપવા માટે કેમ્પનું આયોજન કરે તે જરૂરી ગણાવી રહ્યા છે. હાલ તો બનાવને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ યોગ્ય તપાસ કરે તો હજુ વધુ ભોગ બનેલા લોકો સામે આવે તેવી શકયતા જોવાઈ રહી છે.