Dahod: દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

દાહોદના બહુચર્ચિત નકલી એન.એ. કેસમાં બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર કર્યા છે. કુત્બી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બિલ્ડર કુત્બી રાવત છેલ્લા 8 મહિનાથી ફરાર હતો. સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવાનો હુકમ કરતા હાજર થયો હતો. દાહોદ ટ્રાયલ કોર્ટમાં હાજર થતા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. દાહોદ નકલી એન.એ પ્રકરણમાં નામાંકિત બિલ્ડર પોલીસ રિમાન્ડ ઉપર ધકેલવામાં આવ્યા છે. છેલ્લા આઠ મહિના થી દેશ વિદેશમાં ભાગી રહેલો બિલ્ડર આખરે પોલીસ પકડમાં આવી ગયો છે. કુત્બી રાવત એ ધરપકડ મામલે સુપ્રીમમાંથી રાહત મેળવી હતી. દાહોદ પોલીસે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી સુપ્રીમે આપેલી રાહત રદ્દ કરાવી છે. સરેન્ડર થવા સુપ્રીમે હુકમ કરતા બિલ્ડર કુત્બી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં હાજર થયો હતો. રળિયાતી વિસ્તારમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમો મામલે મે 2024માં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના સમયથી બિલ્ડર વિદેશમાં ભાગી ગયો હતો. કુત્બી રાવત સામે અલગ અલગ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસ ન રિમાન્ડ માંગતા કોર્ટે 27 તારીખ સુધી ન રિમાન્ડ મંજૂર કર્યા છે. શું હતો સમગ્ર મામલોદાહોદના બહુચર્ચિત નકલી એન.એ. કેસમાં બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ૨૧૫ બોગસ સર્વે નંબરો સામે આવ્યા હતા. પોલીસે ૯ જેટલી જુદી જુદી ફરિયાદોમાં ૯૪ લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. જેમાં માસ્ટર માઈન્ડ સહિત ૨૪ ઈસમોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.દરમિયાન પ્રીમિયમ ચોરીના કેસમાં નીતિ કરવા સરકારમાં હકીકતલક્ષી અહેવાલ મોકલવા માટે રેવન્યૂ વિભાગની ટીમોએ રીસર્વેની કામગીરી હાથ ધરી હતી. શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ પરનો અહેવાલ સરકારમાં જમા કરાવ્યો હતો. જો કે સિટની તપાસમાં ૧૧ સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવતા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો છે. હવે પોલીસ આ ત્રણ સર્વે નંબરોમાં અલગ તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરસે. સરકારમાંથી નક્કી થયા બાદ આ સર્વે નંબરો અંગે નિર્ણય લેવાશે.

Dahod: દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદના બહુચર્ચિત નકલી એન.એ. કેસમાં બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર કર્યા છે. કુત્બી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બિલ્ડર કુત્બી રાવત છેલ્લા 8 મહિનાથી ફરાર હતો. સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવાનો હુકમ કરતા હાજર થયો હતો. દાહોદ ટ્રાયલ કોર્ટમાં હાજર થતા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. 

દાહોદ નકલી એન.એ પ્રકરણમાં નામાંકિત બિલ્ડર પોલીસ રિમાન્ડ ઉપર ધકેલવામાં આવ્યા છે. છેલ્લા આઠ મહિના થી દેશ વિદેશમાં ભાગી રહેલો બિલ્ડર આખરે પોલીસ પકડમાં આવી ગયો છે. કુત્બી રાવત એ ધરપકડ મામલે સુપ્રીમમાંથી રાહત મેળવી હતી. દાહોદ પોલીસે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી સુપ્રીમે આપેલી રાહત રદ્દ કરાવી છે. સરેન્ડર થવા સુપ્રીમે હુકમ કરતા બિલ્ડર કુત્બી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં હાજર થયો હતો.

રળિયાતી વિસ્તારમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમો મામલે મે 2024માં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના સમયથી બિલ્ડર વિદેશમાં ભાગી ગયો હતો. કુત્બી રાવત સામે અલગ અલગ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદ નકલી NA પ્રકરણમાં બિલ્ડરના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસ ન રિમાન્ડ માંગતા કોર્ટે 27 તારીખ સુધી ન રિમાન્ડ મંજૂર કર્યા છે. 

શું હતો સમગ્ર મામલો

દાહોદના બહુચર્ચિત નકલી એન.એ. કેસમાં બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ૨૧૫ બોગસ સર્વે નંબરો સામે આવ્યા હતા. પોલીસે ૯ જેટલી જુદી જુદી ફરિયાદોમાં ૯૪ લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. જેમાં માસ્ટર માઈન્ડ સહિત ૨૪ ઈસમોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

દરમિયાન પ્રીમિયમ ચોરીના કેસમાં નીતિ કરવા સરકારમાં હકીકતલક્ષી અહેવાલ મોકલવા માટે રેવન્યૂ વિભાગની ટીમોએ રીસર્વેની કામગીરી હાથ ધરી હતી. શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ પરનો અહેવાલ સરકારમાં જમા કરાવ્યો હતો. જો કે સિટની તપાસમાં ૧૧ સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવતા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો છે. હવે પોલીસ આ ત્રણ સર્વે નંબરોમાં અલગ તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરસે. સરકારમાંથી નક્કી થયા બાદ આ સર્વે નંબરો અંગે નિર્ણય લેવાશે.