Agriculture : જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરની ખરીદી પૂર્વે ધ્યાનમાં રાખવાની બાબતો
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા હાલ રવિ સિઝન માટે રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ બાબતે ખેડૂતોએ ખરીદી પૂર્વે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બિયારણની થેલી સીલબંધ આ માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને બિયારણની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ/ પરવાનો ધરાવતા વિશ્વાસુ વિક્ર્તા પાસેથી જ પાકુ બિલ મેળવીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી જંતુનાશક દવાઓ અને બિયારણની ખરીદી કરવી નહીં. ખેડૂત આ બાબતોનું રાખે ધ્યાન ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરુંનામ, સરનામું તથા સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર/ બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂરી થયાની તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બિલ મેળવી લેવું. ખાતરની થેલી/ બારદાન ઉપર યથા પ્રસંગ ફર્ટિલાઇઝર, બાયોફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અથવા તો નોન-એડીબલ-ડી ઓઈલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ ન લખેલો હોય તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. લેભાગુ તત્વો દ્વારા ભળતા નામ/ પેકિંગથી લોભામણી સ્કીમો આપી પાકુ બિલ આપ્યા વગર ખાતર/ દવા/ બિયારણનું વેચાણ કરે તો તેની ખરીદી ન કરવા તથા આવા લેભાગુ તત્વો બાબતે તેની જાણ નજીકની ખેતીવાડી શાખા/ લગત ખેતી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામક(વિ)ની કચેરી, સુરેન્દ્રનગરને જાણ કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા હાલ રવિ સિઝન માટે રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ બાબતે ખેડૂતોએ ખરીદી પૂર્વે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
બિયારણની થેલી સીલબંધ
આ માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને બિયારણની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ/ પરવાનો ધરાવતા વિશ્વાસુ વિક્ર્તા પાસેથી જ પાકુ બિલ મેળવીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી જંતુનાશક દવાઓ અને બિયારણની ખરીદી કરવી નહીં.
ખેડૂત આ બાબતોનું રાખે ધ્યાન
ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરુંનામ, સરનામું તથા સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર/ બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂરી થયાની તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બિલ મેળવી લેવું. ખાતરની થેલી/ બારદાન ઉપર યથા પ્રસંગ ફર્ટિલાઇઝર, બાયોફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અથવા તો નોન-એડીબલ-ડી ઓઈલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ ન લખેલો હોય તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. લેભાગુ તત્વો દ્વારા ભળતા નામ/ પેકિંગથી લોભામણી સ્કીમો આપી પાકુ બિલ આપ્યા વગર ખાતર/ દવા/ બિયારણનું વેચાણ કરે તો તેની ખરીદી ન કરવા તથા આવા લેભાગુ તત્વો બાબતે તેની જાણ નજીકની ખેતીવાડી શાખા/ લગત ખેતી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામક(વિ)ની કચેરી, સુરેન્દ્રનગરને જાણ કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.