Vadodara: કરજણમાં ખેડૂત રજિસ્ટ્રેશન માટે પંચાયત બહાર ખેડૂતોની લાંબી લાઈનો

હાલમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે 7 અને 12ના ઉતારાના આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે, ત્યારે કરજણ તાલુકાના વિવિધ ગામોમાં પંચાયતના વી.સી.ઓ દ્વારા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.છેલ્લા 2-3 દિવસથી ખેડૂતો રજિસ્ટ્રેશનને લઈ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે, ખેડતોમાં જેને લઈ રોષ જોવા મળી રહ્યો છે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વિવિધ સહાયને લઈ ફરજિયાત ખેડૂતના ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કરજણ તાલુકાના ચોરંદા ગામે છેલ્લા 2-3 દિવસથી ખેડૂતો રજિસ્ટ્રેશનને લઈ ધક્કા ખાઈ રહ્યા છે. કલાકો સુધી બેસવા છતાં કામ પૂર્ણ થતું નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ રજિસ્ટ્રેશન માટેનું સર્વર સવારે અને સાંજે પણ ડાઉન રહેતા પંચાયતના વી.સી.ઓ સાથે સાથે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે અને પોતાનું કામ છોડીને ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પંચાયત ઓફિસ જાય છે પણ ત્યાં કલાકો બેસી રહેવાનો વારો આવે છે. આખરે રજિસ્ટ્રેશન ન થતાં બીજા દિવસે ફરીથી ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવતો હોય છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત તમને જણાવી દઈએ આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે. ખેડૂતોને કેન્દ્ર સરકારના રૂપિયા 2000ના હપ્તા ઉપરાંત અન્ય ખેતી લાયક યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને 25 નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત છે. આ કાર્ડના રજિસ્ટ્રેશનનું કામ દરેક જિલ્લામાં શરૂ થઈ ચૂક્યુ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ લાભ અને પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા પણ મળશે નહીં. મળશે આ લાભ રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર 7/12 તેમજ 8 અના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.

Vadodara: કરજણમાં ખેડૂત રજિસ્ટ્રેશન માટે પંચાયત બહાર ખેડૂતોની લાંબી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે 7 અને 12ના ઉતારાના આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે, ત્યારે કરજણ તાલુકાના વિવિધ ગામોમાં પંચાયતના વી.સી.ઓ દ્વારા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા 2-3 દિવસથી ખેડૂતો રજિસ્ટ્રેશનને લઈ ધક્કા ખાઈ રહ્યા છે

પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે, ખેડતોમાં જેને લઈ રોષ જોવા મળી રહ્યો છે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વિવિધ સહાયને લઈ ફરજિયાત ખેડૂતના ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કરજણ તાલુકાના ચોરંદા ગામે છેલ્લા 2-3 દિવસથી ખેડૂતો રજિસ્ટ્રેશનને લઈ ધક્કા ખાઈ રહ્યા છે.

કલાકો સુધી બેસવા છતાં કામ પૂર્ણ થતું નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ

રજિસ્ટ્રેશન માટેનું સર્વર સવારે અને સાંજે પણ ડાઉન રહેતા પંચાયતના વી.સી.ઓ સાથે સાથે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે અને પોતાનું કામ છોડીને ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પંચાયત ઓફિસ જાય છે પણ ત્યાં કલાકો બેસી રહેવાનો વારો આવે છે. આખરે રજિસ્ટ્રેશન ન થતાં બીજા દિવસે ફરીથી ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવતો હોય છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત

તમને જણાવી દઈએ આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે. ખેડૂતોને કેન્દ્ર સરકારના રૂપિયા 2000ના હપ્તા ઉપરાંત અન્ય ખેતી લાયક યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને 25 નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત છે. આ કાર્ડના રજિસ્ટ્રેશનનું કામ દરેક જિલ્લામાં શરૂ થઈ ચૂક્યુ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ લાભ અને પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા પણ મળશે નહીં.

મળશે આ લાભ

રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર 7/12 તેમજ 8 અના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.