માલિકીની જમીનમાંથી કનેકશન આપવાની કામગીરી કરતા વિરોધ
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતે અન્ય એપાર્ટમેન્ટોને ગટર લાઈનની સુવિધા આપવા માટે નારાયણ એવેન્યુ સોસાયટીના માલિકીના રોડની જમીનમાંથી કનેકશન આપવા માટેનો ઠરાવ કર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પંચાયત દ્વારા કામગીરી રદ નહિ કરાય તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.ભરૂચના ભોલાવ પંચાયતની હદમાં આવેલી ધી નારાયણ એવેન્યુ કો.ઓ.હા.સો.સ.મં.લી.ના કમિટીના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે, ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા 13 મી માર્ચ 2024 ના રોજ સમૃદ્ધિ બંગ્લોઝના પાછલા ગેટથી નારાયણ એવેન્યુ સોસાયટી માલિકીના રોડમાંથી ગટર પસાર કરી સુરભી એવેન્યુ ફલેટ પાસે પાસેની મુખ્ય ગટરમાં જોડાણ આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ બાબતે નારાયણ એવેન્યુ સોસાયટીના સર્વ રહીશોએ ભોલાવ ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને અરજી આપીને વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાંય ભોલાવ ગ્રામ પંચાયતના સત્તાધીશો પોતાની મનમાની કરીને પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને ઉપરોકત જણાવેલા એપાર્ટમેન્ટની ગટરનું કામ શરૂ કરી રહ્યા છે જેથી તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે તેવી અરજ કરી હતી. ભોલાવ પંચાયત દ્વારા ગટર લાઈનનું ખોદકામ માલિકીની સોસાયટીમાંથી કરવામાં આવશે તો નાછુટકે સ્થાનિકોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતે અન્ય એપાર્ટમેન્ટોને ગટર લાઈનની સુવિધા આપવા માટે નારાયણ એવેન્યુ સોસાયટીના માલિકીના રોડની જમીનમાંથી કનેકશન આપવા માટેનો ઠરાવ કર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પંચાયત દ્વારા કામગીરી રદ નહિ કરાય તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ભરૂચના ભોલાવ પંચાયતની હદમાં આવેલી ધી નારાયણ એવેન્યુ કો.ઓ.હા.સો.સ.મં.લી.ના કમિટીના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે, ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા 13 મી માર્ચ 2024 ના રોજ સમૃદ્ધિ બંગ્લોઝના પાછલા ગેટથી નારાયણ એવેન્યુ સોસાયટી માલિકીના રોડમાંથી ગટર પસાર કરી સુરભી એવેન્યુ ફલેટ પાસે પાસેની મુખ્ય ગટરમાં જોડાણ આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ બાબતે નારાયણ એવેન્યુ સોસાયટીના સર્વ રહીશોએ ભોલાવ ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને અરજી આપીને વિરોધ નોંધાવ્યો હતો.
તેમ છતાંય ભોલાવ ગ્રામ પંચાયતના સત્તાધીશો પોતાની મનમાની કરીને પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને ઉપરોકત જણાવેલા એપાર્ટમેન્ટની ગટરનું કામ શરૂ કરી રહ્યા છે જેથી તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે તેવી અરજ કરી હતી. ભોલાવ પંચાયત દ્વારા ગટર લાઈનનું ખોદકામ માલિકીની સોસાયટીમાંથી કરવામાં આવશે તો નાછુટકે સ્થાનિકોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.