Ahmedabadના જુહાપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને એલસીબી ઝોન-7એ દબોચ્યા,થયા અનેક ખુલાસાઓ
32 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા ફરહાનખાન પઠાણ, મહંમદ યાસીર ઘાંચીની પોલીસે કરી ધરપકડ 3.20 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત અમદાવાદના જુહાપુરામાંથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની એલસીબી ઝોન 7 એ ધરપકડ કરી છે,આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સ લાવ્યા હતા અને વેચાણ કરતા હતા,પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીઓને દબોચી વેજલપુર પોલીસને સોંપ્યા છે,આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા તેને લઈ પોલીસે હાથધરી છે તપાસ. ઉદયપુરથી લાવ્યા ડ્રગ્સ બન્ને આરોપીઓ બસ તેમજ કારમાં ઉદયપુરથી ડ્રગ્સ લાવતા હતા અને જુહાપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હતા,પોલીસને બાતમી હતી કે જુહાપુરામાં આ બન્ને આરોપીઓ ડ્રગ્સ લઈને ઉભા છે તે વખતે તેને ઝડપી લેવામાં આવ્યા છે,લાંબા સમયથી આરોપીઓ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે,3.20 લાખથી વધુની કિંમતનું 32.010 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પોલીસે વધુ તપાસ હાથધરી છે. 12-08-2024ના રોજ વાસણા પોલીસે ઝડપ્યું ડ્રગ્સ અમદાવાદમાં વાસણા પોલીસે ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી હતી,આરોપી વાસણાનો રહેવાસી છે અને જેની પાસેથી ડ્રગ્સ લીધુ તે મુખ્ય આરોપી જુહાપુરાનો રહેવાસી છે,ધરમેન્દ્ર ઉર્ફે દશરથજી ઠાકોરે ઉસામા સાહીદ પાસેથી ડ્રગ્સનો જથ્થો લીધો હતો અને તેનું વેચાણ કરવાનો હતો,પરંતુ મુખ્ય આરોપી હજી પોલીસ પકડની બહાર છે,મુખ્ય આરોપી પકડાશે ત્યારે અનેક ખુલાસાઓ થશે.ડ્રગ્સ કયાથી અને કોની પાસેથી લાવામાં આવતું હતું તેને લઈ પર્દાફાશ થશે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 32 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા
- ફરહાનખાન પઠાણ, મહંમદ યાસીર ઘાંચીની પોલીસે કરી ધરપકડ
- 3.20 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત
અમદાવાદના જુહાપુરામાંથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની એલસીબી ઝોન 7 એ ધરપકડ કરી છે,આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સ લાવ્યા હતા અને વેચાણ કરતા હતા,પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીઓને દબોચી વેજલપુર પોલીસને સોંપ્યા છે,આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા તેને લઈ પોલીસે હાથધરી છે તપાસ.
ઉદયપુરથી લાવ્યા ડ્રગ્સ
બન્ને આરોપીઓ બસ તેમજ કારમાં ઉદયપુરથી ડ્રગ્સ લાવતા હતા અને જુહાપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હતા,પોલીસને બાતમી હતી કે જુહાપુરામાં આ બન્ને આરોપીઓ ડ્રગ્સ લઈને ઉભા છે તે વખતે તેને ઝડપી લેવામાં આવ્યા છે,લાંબા સમયથી આરોપીઓ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે,3.20 લાખથી વધુની કિંમતનું 32.010 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પોલીસે વધુ તપાસ હાથધરી છે.
12-08-2024ના રોજ વાસણા પોલીસે ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદમાં વાસણા પોલીસે ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી હતી,આરોપી વાસણાનો રહેવાસી છે અને જેની પાસેથી ડ્રગ્સ લીધુ તે મુખ્ય આરોપી જુહાપુરાનો રહેવાસી છે,ધરમેન્દ્ર ઉર્ફે દશરથજી ઠાકોરે ઉસામા સાહીદ પાસેથી ડ્રગ્સનો જથ્થો લીધો હતો અને તેનું વેચાણ કરવાનો હતો,પરંતુ મુખ્ય આરોપી હજી પોલીસ પકડની બહાર છે,મુખ્ય આરોપી પકડાશે ત્યારે અનેક ખુલાસાઓ થશે.ડ્રગ્સ કયાથી અને કોની પાસેથી લાવામાં આવતું હતું તેને લઈ પર્દાફાશ થશે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.