Arvalliના ભિલોડામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, ખેતીના પાકને નુકસાનની ભીતિ
અરવલ્લીના ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો,ભિલોડા પંથકના નવા ભવનાથ,માંકરોડા,ધોલવાણીમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.સોયાબીન,મગફળી,કપાસના પાકને ભારે નુકસાન થયું છે,અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘરજમાં પણ પડયો વરસાદ એક તરફ ચોમાસુ પતવાની આરે છે બીજી તરફ ચોમાસુ ફરી જામ્યું હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે,અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે આવેલા ભિલોડા તેમજ મેઘરજમાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે,ખેડૂતોને પાક તૈયાર થઈ ગયો છે અને વરસાદ વરસતા નુકસાનીનો વારો આવ્યો છે.મેઘરજ ના અંતરિયાળ ઇસરી રેલ્લાવાડા,તરકવાળા,જીતપુર પંથકમાં ધોધમાર વરસદ પડ્યો છે. ત્યારે તુંબલીયા, કાલિયાકુવા, રોયણીયા માં પણ વરસાદી જાપટું આવ્યું છે. આ પછોતરા વરસાદથી તૈયાર થયેલ મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલીના લિલિયામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા, નવસારીમાં 3-3 ઈંચ વરસાદ સાથે પાવી જેતપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, કવાંટ, કડીમાં 2-2 ઈંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં 2-2 ઈંચ વરસાદ સાથે ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2-2 ઈંચ આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -