Rajkot: દિવાળીના તહેવારોને લઇ આરોગ્ય વિભાગ એક્શમાં, મીઠાઇના હોલસેલ દુકાનોમાં ચેકિંગ
દિવાળીના તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ફ્રૂડ વિભાગ દ્વારા રાજકોટમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તમામ મીઠાઇ વિક્રેતાને ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી-બેસતું વર્ષ સહિતના વિવિધ તહેવારોની સિઝન આવી રહી છે. જેથી આરોગ્ય વિભાગ જનતાની સુખાકારી માટે અખાદ્ય જથ્થો અને ચેકિંગની સઘન કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ રાજ્યના વિવિધ સ્થળોએ દુકાનોની તપાસ હાથ ધરી છે. તેવામાં રાજકોટના વિવિધ મીઠાઇના હોલસેલ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મીઠાઇના હોલસેલ દૂકાનોમાં તેલ, મીઠાઈ, દૂધ, ડ્રાયફ્રુટ, સીંગતેલ ,કપાસિયા તેલ ,કોર્ન ઓઇલ, તલના તેલના આરએમસી સહિત 16થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ મીઠાઇના નમૂના ચકાસણી માટે મોકલાયા છે. ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 25 ધંધાર્થીઓની ત્યાં દરોડાઆરોગ્ય વિભાગે રાજકોટના ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 25 ધંધાર્થીઓની ત્યાં દરોડા પાડ્યા છે. આ સાથે કોઇ પણ ખાદ્ય-ચીજવસ્તુઓમાં ગેરરીતિ જણાય તેવાને કડક પગલા ભરવા માટે સૂચનાઓ પણ આપી છે. તો બીજી તરફ 10થી વધુ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આરોગ્ય વિભાગ દ્વારા અપાઇ છે.વડોદરામાં પણ આરોગ્ય વિભાગે નવરાત્રિના સમય દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા જેમાં ચૌંકાવનારી વાત સામે આવી છે કે એક બે નહી પરંતુ 18 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ આવ્યા છે.જેને લઈ હવે થોડાક સમયમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો સીલ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. મીઠાઈના પણ લીધા હતા નમૂના ફૂડ વિભાગે લીધેલા 18 નમૂનાની વાત કરવામાં આવે તો તેમાં મીઠાઈ, ફરસાણ,તેલ ,મેંદો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા,ગણેશ ઉત્સવ અને નવરાત્રિ દરમિયાન આ નમૂના લીધા હતા અને તેના રીપોર્ટ હવે આવ્યા છે.એક નમૂનો અનસેફ જયારે 17 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.ખેતેશ્વર સ્વીટ્સના માવાનો નમૂનો ફેલ,બુમિયા, બંસીધર ડેરીના ઘી સહિતના નમૂના ફેલ થયા છે.આરોગ્ય વિભાગ દ્રારા અગામી સમયમાં પણ ખાદ્ય પદાર્થોને લઈ ચકાસણી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ફ્રૂડ વિભાગ દ્વારા રાજકોટમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તમામ મીઠાઇ વિક્રેતાને ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
દિવાળી-બેસતું વર્ષ સહિતના વિવિધ તહેવારોની સિઝન આવી રહી છે. જેથી આરોગ્ય વિભાગ જનતાની સુખાકારી માટે અખાદ્ય જથ્થો અને ચેકિંગની સઘન કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ રાજ્યના વિવિધ સ્થળોએ દુકાનોની તપાસ હાથ ધરી છે. તેવામાં રાજકોટના વિવિધ મીઠાઇના હોલસેલ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મીઠાઇના હોલસેલ દૂકાનોમાં તેલ, મીઠાઈ, દૂધ, ડ્રાયફ્રુટ, સીંગતેલ ,કપાસિયા તેલ ,કોર્ન ઓઇલ, તલના તેલના આરએમસી સહિત 16થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ મીઠાઇના નમૂના ચકાસણી માટે મોકલાયા છે.
ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 25 ધંધાર્થીઓની ત્યાં દરોડા
આરોગ્ય વિભાગે રાજકોટના ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 25 ધંધાર્થીઓની ત્યાં દરોડા પાડ્યા છે. આ સાથે કોઇ પણ ખાદ્ય-ચીજવસ્તુઓમાં ગેરરીતિ જણાય તેવાને કડક પગલા ભરવા માટે સૂચનાઓ પણ આપી છે. તો બીજી તરફ 10થી વધુ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આરોગ્ય વિભાગ દ્વારા અપાઇ છે.
વડોદરામાં પણ આરોગ્ય વિભાગે નવરાત્રિના સમય દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા જેમાં ચૌંકાવનારી વાત સામે આવી છે કે એક બે નહી પરંતુ 18 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ આવ્યા છે.જેને લઈ હવે થોડાક સમયમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો સીલ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.
મીઠાઈના પણ લીધા હતા નમૂના
ફૂડ વિભાગે લીધેલા 18 નમૂનાની વાત કરવામાં આવે તો તેમાં મીઠાઈ, ફરસાણ,તેલ ,મેંદો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા,ગણેશ ઉત્સવ અને નવરાત્રિ દરમિયાન આ નમૂના લીધા હતા અને તેના રીપોર્ટ હવે આવ્યા છે.એક નમૂનો અનસેફ જયારે 17 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.ખેતેશ્વર સ્વીટ્સના માવાનો નમૂનો ફેલ,બુમિયા, બંસીધર ડેરીના ઘી સહિતના નમૂના ફેલ થયા છે.આરોગ્ય વિભાગ દ્રારા અગામી સમયમાં પણ ખાદ્ય પદાર્થોને લઈ ચકાસણી કરવામાં આવશે.