Gujaratમા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો આર્થિક સહાય મેળવવા આ રીતે કરો અરજી

રાજ્યમાં ઓગષ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪માં થયેલ ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. ખેડૂતો હરહંમેશ ચિંતિત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય માટે પાક નુકસાની સર્વે હાથ ધરી ‘ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪’ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદથી થયેલ નુકસાનીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જે અન્વયે જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓ માટે તા: ૩૧.૧૦.૨૦૨૪ સુધી ગુજરાત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે. ઓનલાઈન કરાશે અરજી આથી ખેડૂતમિત્રોએ સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. કે વી.એલઈ. મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજીઓ કરવાની રહેશે.અરજી કરવા માટે બેંક પાસબુકની વિગત, આધાર કાર્ડની વિગત, ૮-અ ની વિગત જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત ગુરુવારે જ અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાનીને લઈ સરકારે કુલ રૂ. 1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઈને રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો. નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

Gujaratમા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો આર્થિક સહાય મેળવવા આ રીતે કરો અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ઓગષ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪માં થયેલ ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. ખેડૂતો હરહંમેશ ચિંતિત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય માટે પાક નુકસાની સર્વે હાથ ધરી ‘ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪’ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદથી થયેલ નુકસાનીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જે અન્વયે જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓ માટે તા: ૩૧.૧૦.૨૦૨૪ સુધી ગુજરાત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે.

ઓનલાઈન કરાશે અરજી

આથી ખેડૂતમિત્રોએ સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. કે વી.એલઈ. મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજીઓ કરવાની રહેશે.અરજી કરવા માટે બેંક પાસબુકની વિગત, આધાર કાર્ડની વિગત, ૮-અ ની વિગત જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત

ગુરુવારે જ અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાનીને લઈ સરકારે કુલ રૂ. 1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઈને રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો.

નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ

આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.