Vadodara: માંજલપુરનું કંચનપુરા ગામ બેટમાં ફેરવાયું
વિશ્વામિત્રી નદીના પાણી ગામમાં ફરી વળ્યાં મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં રસ્તાઓ પાણી-પાણી વડોદરા જિલ્લામાં આવેલ માંજલપુર વિસ્તારનું કંચનપુરા ગામ બેટમાં ફેરવાયું છે. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ જતાં વિશ્વામિત્રી નદીના પાણી ગામમાં પહોંચી ગયા છે. મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું છે.સોસાયટીમાં એક માળ સુધી પાણી ભરાયું રાજ્યભરમાં ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે શહેરના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી પાણી ભરાયા છે, તો મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણી-પાણી થયો છે. વરસાદી આફતને પહોંચી વળવા આર્મી અને એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. કોર્પોરેશન કમિશનર અને સાંસદ સહિતના પદાધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. તેમજ અર્બન હેલ્થ સેન્ટર પાણીમાં ગરકાવ થયું છે. પાણી ભરાતા અકોટા દાંડિયા બજાર રોડ બંધ કરવામાં આવ્યો છે. વડોદરાની સોસાયટીઓમાં એક માળ સુધી પાણી ભરાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વિશ્વામિત્રી નદીના પાણી ગામમાં ફરી વળ્યાં
- મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું
- વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં રસ્તાઓ પાણી-પાણી
વડોદરા જિલ્લામાં આવેલ માંજલપુર વિસ્તારનું કંચનપુરા ગામ બેટમાં ફેરવાયું છે. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ જતાં વિશ્વામિત્રી નદીના પાણી ગામમાં પહોંચી ગયા છે. મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું છે.
સોસાયટીમાં એક માળ સુધી પાણી ભરાયું
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે શહેરના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી પાણી ભરાયા છે, તો મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણી-પાણી થયો છે. વરસાદી આફતને પહોંચી વળવા આર્મી અને એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. કોર્પોરેશન કમિશનર અને સાંસદ સહિતના પદાધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. તેમજ અર્બન હેલ્થ સેન્ટર પાણીમાં ગરકાવ થયું છે. પાણી ભરાતા અકોટા દાંડિયા બજાર રોડ બંધ કરવામાં આવ્યો છે. વડોદરાની સોસાયટીઓમાં એક માળ સુધી પાણી ભરાયા છે.