Surat : પૂરપાટ ઝડપે આવતી કારે 5 વાહનને અડફેટે લેતા 2ના મોત

Feb 8, 2025 - 11:00
Surat : પૂરપાટ ઝડપે આવતી કારે 5 વાહનને અડફેટે લેતા 2ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો. બેફાબૂ થયેલા વાહને હિટ એન્ડ રન ઘટનાને અંજામ આપ્યો. કારે ડિવાઈડર કૂદાવી પાંચ વાહન અડફટે લીધા.કારમાં સવાર લોકો અકસ્માત થતાં રફુચક્કર થઈ ગયા. જો કે સ્થાનિકોએ એક વ્યક્તિને ઝડપી પાડ્યો અને પોલીસને અકસ્માતની જાણ કરી. લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

રફતારનો કહેર યથાવત..

શહેરમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ લેતી નથી. વાહન ચલાવનારા લોકો ડ્રાઈવિંગને લઈને તમામ બાબતોની જાણ હોવા છતાં બેફામપણે વાહન હંકારી રહ્યા છે. લસકાણાના વાલક અબ્રામા રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું. જેમાં કાર ચાલકે ઓવરસ્પીડમાં કાર ચલાવતા વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું, અને કાર ડિવાઈડર કૂદી ગઈ અને સામેથી આવતા અનેક વાહનોને અડફેટે લીધા. બાદમાં ત્યાં હાજર લોકો અને જેમના વાહનોને ટક્કર મારી હતી તેમણે કારમાં સવાર લોકોનો ઉધડો લીધો.કારમાં એક યુવતી અને ત્રણ યુવાનો હતા. દરમ્યાન લોકો સાથે થતી માથાકૂટનો લાભ લઈ કારમાં સવાર આમાંથી કેટલાક લોકો રફુચક્કર થઈ ગયા. પરંતુ લોકોએ એક શખ્સને ઝડપી પાડયો અને પોલીસને હવાલે કર્યો.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ પર પંહોચી ગઈ. અને વાહનોને અડફેટે લેનાર કારની તપાસ કરતાં તેની સ્પીડ 100 કરતાં વધુ હોવાનું સામે આવ્યું. પોલીસના અંદાજ મુજબ કાર ચાલક ૧૩૦ કીમી પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી રહ્યો હશે. અને ઓવરસ્પીડના કારણે વાહનચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી વાહનોને અડફેટે લીધા. તેના બાદ એક પછી એક વાહનો સાથે ટક્કર થતાં કારના આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. હિટ એન્ડ રન ઘટનામાં 2 લોકોના મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0