Suratમાં પથ્થરમારા મુદ્દે પોલીસ કમિશનરનું નિવેદન, બહારથી આવેલા લોકો પથ્થરમારો કરીને ગયા
સુરતના સૈયદપુરમાં ગઈકાલે રાત્રે થયેલ પથ્થરમારા મુદ્દે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી,તેમાં તેમનું કહેવું છે કે,બહારથી આવેલા અસામાજીતક તત્વોએ રીક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો,આ પથ્થરમારમાં 12 થી 13 વર્ષની ઉંમરના 6 બાળકોએ પથ્થરો ફેંકયા હતા અને બાળકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે,બાળકોને સબક મળે તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે. ચાલતી રીક્ષામાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા : CP સમગ્ર ઘટનાને લઈ પોલીસે અલગ-અલગ કલમો લગાવીને ગુનો નોંધ્યો છે,બાળકો સામે એટલે ગુનો નોંધવામાં આવ્યો કે તેમના માતા-પિતાને સંદેશો મળે અને અન્ય બાળકો પણ આવું શિખે નહી તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે.જે મુખ્ય આરોપીઓ છે તેને પકડવા માટે તજવીજ હાથધરવામાં આવી છે.મોટા ભાગના આરોપીઓને સીસીટીવીની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે,કોમ્બિંગ નાઈટ દરમિયાન 28 આરોપીઓને ડિટેઈન કરવામાં આવ્યા છે. ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે : CP પોલીસ કમિશનરનું કહેવું છે કે,સમગ્ર ઘટનાને લઈ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે.ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો છે,પોલીસ પર એસોલ્ટની કલમનો પણ ઉમેરો કરાયો છે,ગાડી સળગાવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે,સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે,આરોપીઓ સામે કડક કાર્યવાહી અગાઉ કરવામાં આવશે અને પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી હતી અને ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.ગણેશ મંડળથી પકડાયેલા લોકોને પોલીસચોકી લઈ જઈ પૂછપરછ કરી હતી. પોલીસ તાત્કાલિક બંદોબસ્ત પર આવી હતી : CP પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે ટેકનિકલ ટીમ કામે લાગી હતી અને સીસીટીવીની મદદથી ખાસા એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,હાલ શહેરમાં શાંતિનો માહોલ છે અને રાબેતા મૂજબ બધુ ચાલું છે,સ્થાનિકોને અપીલ છે કે કોઈ અફવા પર ધ્યાન આપવું નહી,સૈયદપુરા વિસ્તારમાં વર્ષોથી ગણેશ સ્થાપન થાય છે.જે જગ્યા પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યાં લોકો કોમી એકતાથી જ રહે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના સૈયદપુરમાં ગઈકાલે રાત્રે થયેલ પથ્થરમારા મુદ્દે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી,તેમાં તેમનું કહેવું છે કે,બહારથી આવેલા અસામાજીતક તત્વોએ રીક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો,આ પથ્થરમારમાં 12 થી 13 વર્ષની ઉંમરના 6 બાળકોએ પથ્થરો ફેંકયા હતા અને બાળકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે,બાળકોને સબક મળે તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે.
ચાલતી રીક્ષામાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા : CP
સમગ્ર ઘટનાને લઈ પોલીસે અલગ-અલગ કલમો લગાવીને ગુનો નોંધ્યો છે,બાળકો સામે એટલે ગુનો નોંધવામાં આવ્યો કે તેમના માતા-પિતાને સંદેશો મળે અને અન્ય બાળકો પણ આવું શિખે નહી તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે.જે મુખ્ય આરોપીઓ છે તેને પકડવા માટે તજવીજ હાથધરવામાં આવી છે.મોટા ભાગના આરોપીઓને સીસીટીવીની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે,કોમ્બિંગ નાઈટ દરમિયાન 28 આરોપીઓને ડિટેઈન કરવામાં આવ્યા છે.
ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે : CP
પોલીસ કમિશનરનું કહેવું છે કે,સમગ્ર ઘટનાને લઈ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે.ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો છે,પોલીસ પર એસોલ્ટની કલમનો પણ ઉમેરો કરાયો છે,ગાડી સળગાવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે,સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે,આરોપીઓ સામે કડક કાર્યવાહી અગાઉ કરવામાં આવશે અને પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી હતી અને ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.ગણેશ મંડળથી પકડાયેલા લોકોને પોલીસચોકી લઈ જઈ પૂછપરછ કરી હતી.
પોલીસ તાત્કાલિક બંદોબસ્ત પર આવી હતી : CP
પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે ટેકનિકલ ટીમ કામે લાગી હતી અને સીસીટીવીની મદદથી ખાસા એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,હાલ શહેરમાં શાંતિનો માહોલ છે અને રાબેતા મૂજબ બધુ ચાલું છે,સ્થાનિકોને અપીલ છે કે કોઈ અફવા પર ધ્યાન આપવું નહી,સૈયદપુરા વિસ્તારમાં વર્ષોથી ગણેશ સ્થાપન થાય છે.જે જગ્યા પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યાં લોકો કોમી એકતાથી જ રહે છે.