Bhavnagarમાં રખડતા ઢોરે બાઈકચાલકને લીધો અડફેટે, થયું મોત
ભાવનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગર જિલ્લામાં નવા વર્ષમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. રખડતા ઢોરની અડફેટે બાઈકચાલક આવતા તેમનું મોત થયું છે.રખડતા ઢોરને લઈ વારંવાર થાય છે અકસ્માત આ ઘટના પાલીતાણા તાલુકાના હણોલ અને વાળુકડ ગામની વચ્ચે બન્યો છે, જેમાં ભરતભાઈ વાઘાણી નામના ખેડૂત પોતાના ઘરે ટુ વ્હીલર બાઈક લઈને પરત ફરી રહ્યા હતા. એ સમયે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા મોત થયું છે. મૃતક વ્યક્તિ પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામના વતની છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરને લઈ વારંવાર અકસ્માત થાય છે પણ તંત્ર હજુ સુધરવાનું નામ લઈ રહ્યું નથી. અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માતમાં 1નું મોત બીજી તરફ આજે અંકલેશ્વરમાં પણ રોડ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પર અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. વડોદરાના પરિવારને આ અકસ્માત નડ્યો હતો અને પુનગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 મહિલા સહિત બાળકને ઈજા પહોંચી છે. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. આ માલમે હવે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લામાં અકસ્માતમાં 2ના મોત ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસ રાજ્યમાં અનેક જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા છે. સુરત જિલ્લામાં આજે 2 અકસ્માત થયા છે. ત્યારે સુરતના માંગરોળના ધોરીકુઈ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 કાર અને 3 મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો, ઈનોવા અને ત્રણ અલગ અલગ મોટર સાયકલ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગર જિલ્લામાં નવા વર્ષમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. રખડતા ઢોરની અડફેટે બાઈકચાલક આવતા તેમનું મોત થયું છે.
રખડતા ઢોરને લઈ વારંવાર થાય છે અકસ્માત
આ ઘટના પાલીતાણા તાલુકાના હણોલ અને વાળુકડ ગામની વચ્ચે બન્યો છે, જેમાં ભરતભાઈ વાઘાણી નામના ખેડૂત પોતાના ઘરે ટુ વ્હીલર બાઈક લઈને પરત ફરી રહ્યા હતા. એ સમયે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા મોત થયું છે. મૃતક વ્યક્તિ પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામના વતની છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરને લઈ વારંવાર અકસ્માત થાય છે પણ તંત્ર હજુ સુધરવાનું નામ લઈ રહ્યું નથી.
અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માતમાં 1નું મોત
બીજી તરફ આજે અંકલેશ્વરમાં પણ રોડ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પર અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. વડોદરાના પરિવારને આ અકસ્માત નડ્યો હતો અને પુનગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 મહિલા સહિત બાળકને ઈજા પહોંચી છે. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. આ માલમે હવે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત જિલ્લામાં અકસ્માતમાં 2ના મોત
ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસ રાજ્યમાં અનેક જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા છે. સુરત જિલ્લામાં આજે 2 અકસ્માત થયા છે. ત્યારે સુરતના માંગરોળના ધોરીકુઈ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 કાર અને 3 મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો, ઈનોવા અને ત્રણ અલગ અલગ મોટર સાયકલ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.