Gandhinagarમાં સ્કોલરશીપને લઈ ABVPનું વિરોધ પ્રદર્શન, જુઓ Video
ગાંધીનગરમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યુ છે જેમાં નર્સિંગ એડમિશનમાં સ્કોલરશીપ રદ કરવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે,એડમિશન બાદ સ્કોલરશીપ બંધ કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે,જેમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી,વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા હજી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રનો વિરોધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિધાર્થીઓ અને ABVPના ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યુ છે જેમાં નર્સિંગ એડમિશનમાં સ્કોલરશીપ રદ કરવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે,એડમિશન બાદ સ્કોલરશીપ બંધ કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે,જેમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી,વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા હજી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રનો વિરોધ
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિધાર્થીઓ અને ABVPના ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.