Rajkotમાં વિઘ્નહર્તા શ્રીજીને ભકતોએ સવા કિલો સોનાનો હાર ભેટ કર્યો
વિઘ્નહર્તા શ્રીજીની સવારી આવી ચૂકી છે.રંગીલા રાજકોટવાસીઓ પણ શ્રીજીના રંગે રંગાઈ ગયા છે.રાજકોટમાં જે કે ચોક ખાતે ગણપતિ પંડાલમાં અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે તો ભક્તોએ શ્રીજીને સવા કિલો સોનાનો હાર પણ ભેટ કર્યો છે,વહેલી સવારથી ભકતો દર્શન કરવા માટે ઉમટી પડયા છે.આજે રવિવાર હોવાથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે. અલગ થીમ પર દાદાને શણગાર રાજકોટમાં સાર્વજનિક રૂપથી એક હજાર થી વધુ સ્થળે શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.દુંદાળા દેવની આરાધના માટે છેલ્લા 14 વર્ષથી યુનિવર્સીટી પાસે આવેલા જે કે ચોકમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે.આ વખતે પંડલમાં વૈદિક થીમ રાખવામાં આવી છે.આખો પંડાલ ઓમ,સ્વસ્તિક, ઘંટી,દીવાઓથી સજાવવામાં આવ્યો છે તો શ્રીજીની મનમોહક પ્રતિમા પણ 9 ફૂટની બનાવવામાં આવી છે.સાથે જ શ્રીજીને અવનવા શૃંગાર પણ કરવામાં આવે છે. સવાકિલોનો હાર દાદાને અર્પણ કરાયો જોકે આકર્ષણ સવા કિલોથી વધુનો સોનાનો હાર છે.જે ભક્તો દ્વારા શ્રીજીને અર્પણ કરવામાં આવ્યો છે.અહી દૂર દૂરથી લોકો શ્રીજીના દર્શન કરવા માટે અને પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે આયોજક કહે છે કે,અમે તો માત્ર નિમિત છીએ.બાકી આયોજન કરવા વાળા તો સ્વયં દાદા જ છે અને એટલા માટે જ ભક્તો અહીંયા પોતાની શ્રદ્ધા મુજબ લાડુથી લઈને શૃંગાર અર્પણ કરે છે. પોલીસ કમિશનરે કર્યા સૂચનો શનિવારથી ગણેશ મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં અનેક નાના મોટા પંડાલોમાં 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણપતિ આરાધના કરવામાં આવશે અને 11 માં દિવસે ભગવાન ગણેશનું વિસર્જન થશે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણનો ફેલાય તેમજ નક્કી કરાયેલા સાત સ્થળોએ જ વિસર્જન કરવામાં આવે તેવો આદેશ કર્યો છે આ સાથે જ વીજ વિભાગ દ્વારા પણ ગણેશ પંડાલોને લઈને સંચાલકોને તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે. આ રીતે કરજો વિસર્જન પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ આદેશો જાહેર કરાયા છે. જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિઘ્નહર્તા શ્રીજીની સવારી આવી ચૂકી છે.રંગીલા રાજકોટવાસીઓ પણ શ્રીજીના રંગે રંગાઈ ગયા છે.રાજકોટમાં જે કે ચોક ખાતે ગણપતિ પંડાલમાં અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે તો ભક્તોએ શ્રીજીને સવા કિલો સોનાનો હાર પણ ભેટ કર્યો છે,વહેલી સવારથી ભકતો દર્શન કરવા માટે ઉમટી પડયા છે.આજે રવિવાર હોવાથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે.
અલગ થીમ પર દાદાને શણગાર
રાજકોટમાં સાર્વજનિક રૂપથી એક હજાર થી વધુ સ્થળે શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.દુંદાળા દેવની આરાધના માટે છેલ્લા 14 વર્ષથી યુનિવર્સીટી પાસે આવેલા જે કે ચોકમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે.આ વખતે પંડલમાં વૈદિક થીમ રાખવામાં આવી છે.આખો પંડાલ ઓમ,સ્વસ્તિક, ઘંટી,દીવાઓથી સજાવવામાં આવ્યો છે તો શ્રીજીની મનમોહક પ્રતિમા પણ 9 ફૂટની બનાવવામાં આવી છે.સાથે જ શ્રીજીને અવનવા શૃંગાર પણ કરવામાં આવે છે.
સવાકિલોનો હાર દાદાને અર્પણ કરાયો
જોકે આકર્ષણ સવા કિલોથી વધુનો સોનાનો હાર છે.જે ભક્તો દ્વારા શ્રીજીને અર્પણ કરવામાં આવ્યો છે.અહી દૂર દૂરથી લોકો શ્રીજીના દર્શન કરવા માટે અને પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે આયોજક કહે છે કે,અમે તો માત્ર નિમિત છીએ.બાકી આયોજન કરવા વાળા તો સ્વયં દાદા જ છે અને એટલા માટે જ ભક્તો અહીંયા પોતાની શ્રદ્ધા મુજબ લાડુથી લઈને શૃંગાર અર્પણ કરે છે.
પોલીસ કમિશનરે કર્યા સૂચનો
શનિવારથી ગણેશ મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં અનેક નાના મોટા પંડાલોમાં 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણપતિ આરાધના કરવામાં આવશે અને 11 માં દિવસે ભગવાન ગણેશનું વિસર્જન થશે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણનો ફેલાય તેમજ નક્કી કરાયેલા સાત સ્થળોએ જ વિસર્જન કરવામાં આવે તેવો આદેશ કર્યો છે આ સાથે જ વીજ વિભાગ દ્વારા પણ ગણેશ પંડાલોને લઈને સંચાલકોને તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે.
આ રીતે કરજો વિસર્જન
પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ આદેશો જાહેર કરાયા છે. જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં.