Ahmedabad પોલીસના 13 વહીવટદારોની બદલી કરાઈ, જિલ્લાના વહીવટદારો પર કયારે તવાઈ ?
અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા 13 વહીવટદારોની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,તેના કારણે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓમાં ગણગણાટ શરૂ થયો છે કે,બાકીના જિલ્લામાં જે વહીવટદારોની વહીવટ કરે છે તેની બદલી નહી કરવામાં આવે ? શું ફકત અમદાવાદના જ વહીવટદારોની બદલી કરવામાં આવશે ? ગુજરાતભરમાં વહીવટદારોનું રાજ ?ગુજરાત પોલીસમાં વહીવટદારનું રાજ જોવા મળે છે,જેમાં ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીનો વહીવટ કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મીઓ કરતા હોય છે,અમદાવાદમાં 13 વહીવટદારોની જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ પોલીસ સ્ટેશનો છે અને તેમાં પણ વહીવટદારો વહીવટ કરતા હોય છે ત્યારે શું એ પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવશે ? અને જો બદલી કરવામાં આવશે તો કયારે કરવામાં આવશે એ પણ એક સવાલ છે.લાકડીનો માર બધાને સરખો જ પડવો જોઈએ,એકને ગોળ અને બીજાને ખોળ એવી લાગણી કયારે ય હોઈ જ ના શકે. જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી. અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ? મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા 13 વહીવટદારોની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,તેના કારણે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓમાં ગણગણાટ શરૂ થયો છે કે,બાકીના જિલ્લામાં જે વહીવટદારોની વહીવટ કરે છે તેની બદલી નહી કરવામાં આવે ? શું ફકત અમદાવાદના જ વહીવટદારોની બદલી કરવામાં આવશે ?
ગુજરાતભરમાં વહીવટદારોનું રાજ ?
ગુજરાત પોલીસમાં વહીવટદારનું રાજ જોવા મળે છે,જેમાં ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીનો વહીવટ કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મીઓ કરતા હોય છે,અમદાવાદમાં 13 વહીવટદારોની જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ પોલીસ સ્ટેશનો છે અને તેમાં પણ વહીવટદારો વહીવટ કરતા હોય છે ત્યારે શું એ પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવશે ? અને જો બદલી કરવામાં આવશે તો કયારે કરવામાં આવશે એ પણ એક સવાલ છે.લાકડીનો માર બધાને સરખો જ પડવો જોઈએ,એકને ગોળ અને બીજાને ખોળ એવી લાગણી કયારે ય હોઈ જ ના શકે.
જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી
જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી.
અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ?
મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.