સાપુતારાના સનસેટ પોઈન્ટ પર સ્મશાનભૂમિ જેવી ડિઝાઇન બનાવી, ગુજરાત પ્રવાસન વિભાગનું બુદ્ધિ પ્રદર્શન
Saputara Gujarat Tourist Place : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન વગર આંધળો વિકાસ થઇ રહ્યો છે. જેમા સાપુતારાનાં સનસેટ પોઇન્ટ પર કરોડો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલ વિકાસકીય કામોમાં જાણે સ્મશાન ભૂમિ બનતી હોય તેવી ડિઝાઇન બનાવતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવા સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે સ્થળ નિરીક્ષણ બાદ પ્રવાસન વિભાગ અને મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે લેખિત અને પ્રવાસન મંત્રીને પણ રૂબરૂમાં ફરિયાદ કરી હતી.ગુજરાત કી આખો કા તારા સાપુતારામાં રાજ્યના પ્રવાસન વિભાગ વિકાસનાં ઓઠા હેઠળ વિનાશ કરી રહી છે. પ્રવાસન વિભાગે સરકારી ગ્રાન્ટનો આડેધડ ધુમાડો શરૂ કર્યો હોય તેમ હાલમાં હિલ નં.1 પર સનસેટ પોઇન્ટનાં વિકાસ માટે હાથ ધરેલી કામગીરીમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ યોગ્ય આયોજન કે ઢંગધડા વગરની ડિઝાઇનથી જાણે સ્મશાન ભૂમિનું બાંધકામ કર્યું હોય તેમ બે છાપરા બનાવી મોટો ખર્ચ બતાવી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Saputara Gujarat Tourist Place : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન વગર આંધળો વિકાસ થઇ રહ્યો છે. જેમા સાપુતારાનાં સનસેટ પોઇન્ટ પર કરોડો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલ વિકાસકીય કામોમાં જાણે સ્મશાન ભૂમિ બનતી હોય તેવી ડિઝાઇન બનાવતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવા સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે સ્થળ નિરીક્ષણ બાદ પ્રવાસન વિભાગ અને મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે લેખિત અને પ્રવાસન મંત્રીને પણ રૂબરૂમાં ફરિયાદ કરી હતી.
ગુજરાત કી આખો કા તારા સાપુતારામાં રાજ્યના પ્રવાસન વિભાગ વિકાસનાં ઓઠા હેઠળ વિનાશ કરી રહી છે. પ્રવાસન વિભાગે સરકારી ગ્રાન્ટનો આડેધડ ધુમાડો શરૂ કર્યો હોય તેમ હાલમાં હિલ નં.1 પર સનસેટ પોઇન્ટનાં વિકાસ માટે હાથ ધરેલી કામગીરીમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ યોગ્ય આયોજન કે ઢંગધડા વગરની ડિઝાઇનથી જાણે સ્મશાન ભૂમિનું બાંધકામ કર્યું હોય તેમ બે છાપરા બનાવી મોટો ખર્ચ બતાવી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.